Home /News /kutchh-saurastra /

હવે જૂનાગઢના રસ્તા પર પણ ઇ-રિક્ષા દોડતી દેખાશે! ઈંધણના ભાવ વધતા ઈ-વ્હીકલનો વિકલ્પ

હવે જૂનાગઢના રસ્તા પર પણ ઇ-રિક્ષા દોડતી દેખાશે! ઈંધણના ભાવ વધતા ઈ-વ્હીકલનો વિકલ્પ

હવે

હવે જૂનાગઢના રસ્તા પર પણ ઇ-રિક્સા દોડતી દેખાશે! જુઓ વિશેષ અહેવાલ..

E-Rickshaw in Junagadh પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને જતા ઈ-વ્હીકલ નું ચલણ વધી રહ્યું છે, ત્યારે જૂનાગઢના રસ્તાઓ પર હવે ઈ-રિક્સા જોવા મળવાની છે. જુઓ વિશેષ અહેવાલ

    પેટ્રોલ-ડીઝલના (Petrol-Diesel Price) ભાવ આસમાને જતાં ઈ-વ્હીકલ નું ચલણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે. લોકો પેટ્રોલ-ડીઝલના (Diesel) વધતાં ભાવ અને મોંઘવારીમાં થોડી રાહત મળે તે માટે ઈ-વ્હીકલ ખરીદી રહ્યાં છે. ખાસ કરીને, સામાન્ય વર્ગના લોકોમાં ઈ-વ્હીકલ ખરીદવાનો ક્રેઝ વધી રહ્યો છે. દરમિયાન રાજ્યના અન્ય મહાનગરોની જેમ હવે ગરવા જૂનાગઢમાં પણ ઈ-રિક્ષાની (E-Rickshaw in Junagadh) સુવિધા શરૂ થવા જઈ રહી છે.

    આપણે જાણીએ છીએ એ મુજબ, આપણને રસ્તા પર ઈ-બાઇક (E bike) દોડતી વારંવાર જોવા મળશે! પરંતુ જૂનાગઢના રસ્તા પર ટૂંક સમયમાં ઈ-રિક્સા પણ દોડતી જોવા મળે તો નવાઈ નહીં! ફ્યુઅલના પ્રદૂષણથી (Pollution) બચાવતા અને મોંઘવારીના મારથી રાહત આપતા ઈ-વ્હીકલમાં વધુ એક નજરાણું ઉમેરાવા જઈ રહ્યું છે.

    વાત જો રિક્ષા ચાલકોની કરીએ તો, પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસેને દિવસે વધી રહ્યાં છે, પરંતુ લોકલ ભાડાના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી! જેણે કારણે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ રહ્યું છે. વધુમાં પેટ્રોલ-ડીઝલ કે સીએનજી થી ચાલતા વાહનોમાં મેન્ટેનન્સ ખર્ચ પણ લાગે છે, આથી જૂનાગઢમાં લોન્ચ થયેલી ઈ-રિક્સા સામાન્ય પરિસ્થિતિના રિક્સા ચાલકો માટે આશીર્વાદરૂપ  બની રહેશે.

    આ ઈ-રિક્ષા વિષે વધુ માહિતી જણાવતા આર્યા ગૃપ ઓફ કંપનીઝના ડિરેક્ટર તુષાર છભાયાએ જણાવ્યું કે, ઈ-રિક્સા નું સંપૂર્ણ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં થયેલું છે. હેવી મેટલ બોડી અને મ્યુઝિક સિસ્ટમ સાથે સજ્જ આ ઈ-રિક્સા તદ્દન મેન્ટેનન્સ ફ્રી રહેશે. જેમની ખરીદી પર સરકાર દ્વારા રૂ.48000 સબસિડી પણ મળી રહી છે. પાવર ફૂલ ચાર્જર અને ફાસ્ટ મોટર સાથે સજ્જ આ ઈ-રિક્સા પ્રદૂષણને સહેજ માત્ર પણ નુકસાન કરતી નથી.

    આ ઉપરાંત જૂનાગઢ સ્થિત શિવ ઓટોના ડીલર વિપુલ બોરિચાએ જણાવ્યું કે, સુરત જેવા મોટા શહેરોમાં જોવા મળતી ઈ-રિક્ષા હવે આપણાં જૂનાગઢમાં દોડતી જોવા મળશે, જ આપણાં પ્રાકૃતિક શહેર જૂનાગઢ માટે અને સામાન્ય વર્ગના રિક્સા ચાલકો માટે એકદમ ફાયદાકારક નિવડશે. ત્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ દિવસેને દિવસે આસમાને જઈ રહ્યા છે ત્યારે આગામી સમયમાં ઈ-વ્હીકલ ના વધાતા ચલણ સાથે જૂનાગઢના રસ્તાઓ પર ઈ-રિક્ષા જોવા મળવાની છે.
    First published:

    Tags: E-rickshaws, Electric, Junagadh news, Vehicle, જૂનાગઢ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन