Home /News /kutchh-saurastra /

Junagadh: ગિરનાર સ્પર્ધાને લઈને 2જી જાન્યુઆરીએ પગથિયાઓ પર જવા માટે પ્રતિબંધ રહેશે

Junagadh: ગિરનાર સ્પર્ધાને લઈને 2જી જાન્યુઆરીએ પગથિયાઓ પર જવા માટે પ્રતિબંધ રહેશે

Girnar Stair

જૂનાગઢ ખાતે યોજાવા જઈ રહેલ ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને લઈને તા.2જી જાન્યુઆરીએ ગિરનારના પગથિયા પર જવા માટે પ્રતિબંધ રહેશે, જુઓ વિગ?

    Junagadh News: અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા અન્વયે જૂનાગઢ જિલ્લા અધીક મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ઉલ્લેખ થયાં મુજબ આગામી તા.2 જાન્યુઆરીના રોજ અખિલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાનાર હોય, ત્યારે ગિરનાર પર્વતના પગથિયા ઉપર યાત્રાળુઓને જવા પર પ્રતિબંધ રહેશે.

    ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અને કમિશ્નર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના ઉપક્રમે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તા.2 જાન્યુઆરી, 2022 ના રોજ અખીલ ગુજરાત ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા 2021-22 યોજાનાર છે. આ સ્પર્ધાના કારણે ગિરનાર પર્વત ઉપર જતા યાત્રાળુઓને કારણે આ સ્પર્ધામાં ભાગ લેતા યુવક/યુવતીઓની ટુકડીઓને સ્પર્ધામાં અંતરાય કે ખલેલ ઉભી થવાની પુરેપુરી શક્યતા રહે છે.

    એવા સંજોગોમાં ગિરનાર પર્વત ઉપર જતા યાત્રાળુઓના સંભવિત વિક્ષેપને દૂર કરવા તેમજ સ્પર્ધામાં ભાગ લેતા યુવક/યુવતીઓની ટુકડીઓને સંભવિત ખલેલ નિવારવાના હેતુ માટે આ સ્પર્ધા દરમિયાન ગિરનાર તળેટી થી અંબાજી તરફ જતા ગિરનાર પર્વતની સીડીના પગથીયા ઉપર આવવા-જવા માટે પ્રતિબંધ ફરમાવવા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.

    આ પણ વાંચો: Ahmedabad news: વિદેશમાં કમાવા ગયેલો યુવક દેવું કરી પાછો આવ્યો, પછી એવું કર્યું કે ....

    આ જાહેરનામા મુજબ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એલ.બી.બાંભણિયાને મળેલી સત્તાની રૂએ આગામી તા.2જી જાન્યુઆરી ના રોજ 00.00 કલાકથી બપોરના 12.00 વાગ્યા સુધી ગિરનાર તળેટી થી અંબાજી મંદિર તરફ જતા ગિરનાર પર્વતની સીડીના પગથીયા ઉપર સ્પર્ધકો સિવાયના અન્ય વ્યક્તિ/યાત્રાળુઓને ગિરનાર પર્વતની સીડીના પગથીયા દ્વારા ઉપર જવા કે નીચે ઉતરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

    આ પણ વાંચોઃ-ખેડાઃ કઠલાલના ચૌહણપુરામાં રીસામણે ગયેલી પત્નીને તેડવા ગયો પતિ, તકરાત થતાં પતિએ કરીનાંખી હત્યા

    આ જાહેરનામું સ્પર્ધાના અધિકૃત અધિકારીઓ કે સ્વયંસેવકોને સ્પર્ધા વ્યવસ્થામાં કાયદેસરની ફરજ બજાવનારને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ સને-1951 ના ગુજરાત પોલીસ અધિનિયમ-આંક-22 ની કલમ-131 માં દર્શાવેલ શિક્ષાને પાત્ર ઠરશે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Junagadh news, જૂનાગઢ

    આગામી સમાચાર