ગીરમાં સિંહદર્શન માટે જાવ છો તો આટલું ધ્યાન રાખજો, નહીં તો મુશ્કેલીમાં મૂકાશો

News18 Gujarati
Updated: November 5, 2018, 1:09 PM IST
ગીરમાં સિંહદર્શન માટે જાવ છો તો આટલું ધ્યાન રાખજો, નહીં તો મુશ્કેલીમાં મૂકાશો
ગેરકાયદેસર સિંહ દર્શનથી દૂર રહો

અત્યાર સુંધીમાં 150થી વધુ ગેરકાયદેસર હોટેલને સીલ મારી દેવામાં આવ્યા છે. આ અભિયાન ચાલુ જ છે.

  • Share this:
વિજયસિંહ પરમાર

છેલ્લા થોડા દિવસોથી વન વિભાગે ગેરકાયદેસર હોટેલો અને ગેરકાયદેસર રીતે યોજાતા લાયન શો સામે સંકજો કસ્યો છે અને વન વિભાગે પ્રવાસીઓને અપીલ કરી છે કે, તેઓ જે હોટેલોમાં રોકાય તે કાયદેસર છે કે નહીં તે પહેલા તપાસ કરી લે અને પછી જ રોકાય. આ સિવાય, ગેરકાયદેસર રીતે લાયન શો મામલો કોઇ લલચાવે તો તેનાથી દૂર રહે નહીં તો મોટી મુશ્કેલીમાં મુકાઇ જશે.

ગીર વન્યપ્રાણી વર્તુળ (જુનાગઢ)નાં ગીર ટાસ્ક ફોર્સનાં નાયબ વન સંરક્ષક પ્રદિપ સિંઘે ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, “જે પ્રવાસીઓ દિવાળી વેકેશન દરમિયાન ગીરમાં સાસણ ખાતે સિંહ દર્શન માટે આવે છે તેમને ખાસ સૂચના આપવામાં આવે છે કે, તેઓ જે હોટેલમાં રોકાય છે તે કાયદેસર છે કે નહીં તે ચકાસી લે. નહીં તો, પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઇ શકે છે. વળી, પ્રવાસીઓને ખાસ સૂચના આપવામાં આવે છે કે, સાસણ ટૂરિઝમ ઝોન અને દેવળીયા સફારી પાર્કમાં જે સિંહ દર્શન માટેની વન વિભાગની સુવિધા છે એ સિવાય ગેરકાયદેસર રીતે સિંહ દર્શન જોવા ન જાય. કેમ કે, સ્થાનિક રીતે કોઇ વ્યક્તિ દ્વારા યોજવામાં આવતા સિંહ દર્શન ગેરકાયદેસર છે અને આ માટે કાયદાકીય રીતે મોટા સમસ્યા સર્જાઇ શકે છે. પ્રવાસીઓ ગીરમાં આવે અને સિંહ સરંક્ષણમાં મદદરૂપ થાય એવી અપીલ કરીએ છીએ”

પ્રદિપ સિંઘે વધુમાં જણાવ્યું કે, "સાસણની આસપાસ (ગીર પશ્મિમ વિભાગ)માં 38 હોટલો એવી છે કે, જેની પાસે કાયદેસરની માન્યતા છે. આ લીસ્ટ વન વિભાગ દ્વારા તેના ઓફિસીયલ ટ્વીટર પર મુકવામાં આવ્યુ છે. આથી લોકોને મળી શકે છે કે, કઇ  હોટેલ કાયદેસર છે તેની વિગતો ઓનલાઇન મેળવી શકે છે.”

“વન વિભાગ દ્વારા લોકોની અને પ્રવાસીઓની જાગૃતિ અને માહિતી માટે ઠેર-ઠેર ગેરકાયદેસર લાયન શો ન થાય અને જો કોઇ કરે તો તે માટે કાયદામાં શું જોગવાઇ છે તેના બોર્ડ મુક્યા છે. અમે અત્યાર સુંધીમાં 150થી વધુ ગેરકાયદેસર હોટેલો સીલ મારી દીધી છે અને આ કાર્યવાહી સતત ચાલુ રહેશે. અમને ખ્યાલ છે કે, દિવાળીનાં વેકેશન દરમિયાન ગેરકાયદેર લાયન શોની ઘટનાઓ બનતી હોય છે એટલા માટે અને અમારુ પેટ્રોલીંગ વધારી દીધું છે અને જો કોઇ પણ વ્યક્તિ આ પ્રકારની પ્રવૃતિ કરતા પકડાશે તો તેને છોડવામાં આવશે નહીં. લોકોએ એ સમવજવું જોઇએ કે, સિંહ તેના કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે ફરે અને તેને કોઇ ખલેલ પહોંચાડવામાં ન આવે. સિંહ આપણું ગૌરવ છે” પ્રદિપ સિંઘે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું.

તેમણે એમ પણ ઉમેર્યુ કે, આ વર્ષથી સાસણ પાસે આવેલા દેવળીયા પાર્કમાં પ્રવાસીઓ માટે જિપ્સીની શરૂઆત કરવામાં આવી છે. પ્રવાસીઓ તેનો લાભ લે”.અત્રે ઉલ્લેખનીય છે કે, વન વિભાગ દ્વારા પ્રવાસીઓને જણાવવામાં આવ્યુ છે કે, ગીર-સાસણમાં સિંહ દર્શન માટે ઓનલાઇ પરમીટ માટે વન વિભાગની પ્રમાણિત વેબસાઇટ Girlion.in દ્વારા જ બુકીંગ કરાવે. આ વન વિભાગની ઓફિસીયલ વેબસાઇટ છે. અન્ય કોઇ વેબસાઇટથી ગેરમાર્ગે દોરાય નહીં.
First published: November 5, 2018, 12:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading