અતુલ વ્યાસ, જૂનાગઢ : ગીરમાં (Gir National Park) આજકાલ પ્રવાસીઓ માટે સિઝન ખુલતા જ લોકો લાયન સફારી (Lion Safari કરવા આવી રહ્યા છે. તાજેતરમાં જ નેશનલ પાર્કની મુલાકાતે બૉલિવૂડ એક્ટર આમીર ખાન પણ આવી ગયા હતા ત્યારે ગીરની સફારી રાષ્ટ્રીય સ્તરે ફરી ચર્ચામાં છે. દરમિયાન ગીર સફારીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક સિંહણ સાથે શ્વાન સામી છાતીએ લડી ગયો છે. સિંહની સામે છીંક ખાવાની આમ તો કોઈ પશુ-પ્રાણીની હિમ્મત ન થાય પરંતુ સિંહણ પોતાની પ્રકૃતિથી વિરુદ્ધનું વર્તન કરતી આ વીડિયોમાં જોવા મળી છે. વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ગીરની સાસણ અને દેવળિયા સફારી હાલમાં પ્રવાસીઓ માટે ખુલ્લી છે. દરમિયાન વેકેશનની મોસમ ન હોવા છતા પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગીરની લાયન સફારીનો આનંદ લેવા માટે આવતા હોય છે.
દરમિયાન આ સફારી પાર્કમાં જાતજાતની ઘટનાઓ થતી હોય છે જે પ્રવાસીઓના કેમેરે કંડાઈ જતી હોય છે. આ પૈકીની એક ઘટનામાં સિંહણ અને શ્વાનની આશ્ચર્ય પમાડતી લડાઈ જોવા મળી છે. આ વીડિયો યૂટ્યૂબ અને વોટ્સએપ પર ઘણા સમયથી વાયરલ છે.
વાયરલ વીડિયો કઈ સફારીનો છે તેનો તેની પુષ્ટી નથી થઈ પરંતુ લોકોને આ વીડિયો જોવો પસંદ આવી રહ્યો છે. ઇન્ટરનેટના જમાનામાં વાયરલ થતા વીડિયોમાં આ પ્રકારની ઘટનાઓનો ડિજિટલ યૂઝર્સને ધ્યાકર્ષક લાગતી હોય છે તેના કારણે અનેક માધ્યમો પર તેનું શેરિંગ વધી જતું હોય છે. ગીર સફારી દરમિયાન એક વનરાણી સાથે ભીડાયેલા શ્વાનની હિમ્મત પણ જોવા જેવી છે. સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે ત્યારે તેની સાથે આ પ્રકારની ડૉગ ફાઇટ હિંસત પશુ-પ્રાણી પણ ભાગ્યે જ ખેલી જાણતા હોય છે. જોકે, ઘટના વાયરલ છે એટલે લોકો તેનો આનંદ માણી રહ્યા છે.