Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: બજારમાં 'દિવાળી' આવી, વેપારીઓએ ધાર્યું ન્હોતું એવું થયુ

જૂનાગઢ: બજારમાં 'દિવાળી' આવી, વેપારીઓએ ધાર્યું ન્હોતું એવું થયુ

Mangnath

Mangnath Road

જૂનાગઢની બજારો દિવાળીની ખરીદી માટે આવેલા ગ્રાહકોથી છલકાઈ! વેપારીઓએ ધાર્યું ન્હોતું એવું થયું

    ઉત્સવપ્રેમી ગુજરાતી લોકો માટે કોઈપણ તહેવાર, ખરીદી માટેનો તહેવાર બની જતો હોય છે. ખાસ કરીને દિવાળીના તહેવારોમાં બજારોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે, ત્યારે વેક્સિનેશનની કામગીરી સફળતાપૂર્વક થતાં અને કોરોના મહામારીને લઈને લોકોમાં ડર ઓછો થતાં બજારોમાં ફરી ખરીદી માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ચાલુ વર્ષે વેપારીઓએ ધાર્યું ન્હોતું, એવી ઘરાકી જોવા મળી રહી છે.

    જૂનાગઢની વાત કરીએ તો, જૂનાગઢના માંગનાથ રોડ અને હવેલી ગલી વિસ્તારમાં મોટાભાગની કાપડ અને અન્ય જીવન જરૂરી ચીજવસ્તુઓની દુકાનો આવેલી છે. દિવાળીના તહેવારો નજીકમાં છે, ત્યારે આ બજારો ગ્રાહકોથી છલકાઈ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષો કરતાં આ વર્ષે લોકોમાં કોરોના મહામારીને લઈને જે ભય હતો, એ હવે શાંત પડ્યો હોય એવું લાગે છે! કેમકે; સવારે દુકાનો ખુલે ત્યારથી રાત્રે દુકાનો બંધ થાય ત્યાં સુધી બજારમાં ખરીદી કરવા માટે આવતાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, આથી જૂનાગઢની બજારોમાં દિવાળીની રોનક આવી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

    ઓનલાઈન શોપિંગના વધતાં ક્રેઝ વચ્ચે પણ મોટી સંખ્યામાં લોકો બજારમાંથી ખરીદી કરે છે, તે જોઈને સ્થાનિક વેપારીઓ ખુશખુશાલ થયાં છે. આ અંગે વધુમાં વાત કરતાં ક્લોથ & રેડીમેડ એસો. પ્રમુખ ભુપેન્દ્રભાઈ તન્નાએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં આ વર્ષે દિવાળી પર થતાં વેંચાણમાં 50% જેટલો વધારો જોવા મળ્યો છે. ચાલુ વર્ષે લોકો દિલથી ખરીદી કરવા નીકળ્યાં હોય, તેવું જણાય રહ્યું છે. નોટબંધી પછી જે બજાર માઇનસમાં જતું હતું, એ આ વર્ષે ફરી જાગૃત થયું હોય તેવું સ્થાનિક વેપારીઓ કહી રહ્યાં છે.

    આગામી સમયમાં તહેવારની સાથોસાથ લગ્નગાળો હોવાથી જૂનાગઢ અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના અનેક લોકો ખરીદી માટે જૂનાગઢની બજારમાં આવી રહ્યાં છે. લોકો કોરોના મહામારીના ભયને ભૂલીને, ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યાં છે. જેને જોઈને વેપારીઓમાં પણ અનોખી ખુશીની લહેર દોડી ગઈ છે. છેલ્લાં 15-20 વર્ષ પહેલાં દિવાળી ઉપર વેપારીઓમાં જે માહોલ જોવા મળતો, એ માહોલ ફરી પાછો આ વર્ષે જોવા મળી રહ્યો છે. વેપારીઓ ઇતિહાસનું પુનરાવર્તન થતું જોઈ રહ્યાં છે અને તેઓએ ધાર્યું ન્હોતું એવી ઘરાકી નિકળવાથી વેપારી મંડળમાં પણ અનોખો આનંદ વ્યાપી ગયો છે.
    First published:

    Tags: COVID19, Customer, Diwali 2021, Festival, Market, Merchant, Shopping

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन