Home /News /kutchh-saurastra /ધોરણ 1 થી 5 ના પ્રત્યક્ષ વર્ગો શરૂ થવાના નિર્ણય અંગે વાલી સમિતિએ કરી આ મહત્વની માંગ

ધોરણ 1 થી 5 ના પ્રત્યક્ષ વર્ગો શરૂ થવાના નિર્ણય અંગે વાલી સમિતિએ કરી આ મહત્વની માંગ

guardian

guardian committee made this demand

Junagadh News: ગુજરાતમાં ધોરણ 1 થી 5 ના પ્રત્યક્ષ વર્ગો શરૂ થવાના નિર્ણય અંગે જૂનાગઢની વાલી સમિતિએ કરી આ મહત્વની માંગ

    ગુજરાત સરકાર દ્વારા ગત તા.22મી નવેમ્બર થી ધોરણ 1 થી 5 નું શૈક્ષણિક કાર્ય પ્રત્યક્ષ રીતે શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે, ત્યારે ગુજરાત રાજ્યની મોટાભાગની શાળાઓમાં ધો.1 થી 5 નું પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે ગત તા.22મી નવેમ્બરના રોજ શાળાઓમાં ધો.1 થી 5 ના વિદ્યાર્થીઓની પાંખી સંખ્યા જોવા મળી હતી. જૂનાગઢની વાત કરીએ તો, જૂનાગઢની શાળાઓમાં પ્રથમ દિવસે ધો.1 થી 5 ના વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર 27% નોંધવામાં આવી હતી.

    કેટલાક વાલીઓ હજુ વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા માટે રાજી નથી! તો કેટલાંક વાલીઓ એવું વિચારે છે કે, ફી ઉઘરાવ્યાં પછી શાળાઓ ફરી બંધ કરી દેવામાં આવશે તો? ત્યારે જૂનાગઢ વાલી મંડળના પ્રમુખ અશ્વિભાઈ મણિયારે જણાવ્યું કે, સરકાર દ્વારા ધો.1 થી 5 ના પ્રત્યક્ષ શિક્ષણનો નિર્ણય કરવામાં આવ્યો એ આવકાર્ય છે, પરંતુ શું શાળાઓ ખરેખર કાર્યરત થઈ રહી છે કે પછી વાલીઓ પાસેથી ફી ઉઘરાવવા સરકાર સાથે મળીને કોઈ સાંઠગાંઠ થઈ રહી છે!

    તેઓએ વધુમાં જણાવ્યું કે, મોટાભાગની શાળાઓમાંથી સ્ટાફને છૂટો કરી દેવામાં આવ્યો છે, અમુક શાળાઓ અડધો પગાર આપે છે અને અમુક શાળાઓ શિક્ષકોને પિરિયડ મુજબ વેતન ચૂકવે છે. ગયા વર્ષે ઓનલાઈનના નામે મોટાભાગની શાળાઓએ ફી ઉઘરાવી લીધી હતી, ચાલુ વર્ષે 6 મહિના જેટલો સમય વીતી ગયો હોવાં છતાં આ બાબતોમાં કોઈ રાહત આપવામાં આવી નથી, જેથી હાલમાં લેવાયેલો નિર્ણય ખરેખર વાલીઓ માટે શંકાજનક વિષય બની ગયો છે.

    આથી અપીલ કરતાં કહ્યું કે, કોઈપણ શાળા વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી તાત્કાલિક ફી ભરી દેવાની માંગ ન કરે! અમુક સમય શાળા ચાલે, જે પછી વાલીઓની આર્થિક પરિસ્થિતિ જોઈને ફી ઉઘરાવે, તેવી માંગણી વાલી સમિતિ દ્વારા કરવામાં આવી છે. એટલું જ નહીં, સરકાર પણ વહેલી તકે નાના બાળકો માટે વેક્સીનેશન કાર્યક્રમની અમલવારી કરે, જેથી કરીને દરેક બાળક કોરોનાથી સુરક્ષિત બને.
    Published by:devendra sharma
    First published:

    Tags: Offline Education, Parents, Reopened, School, Students, ગુજરાત સરકાર, ચુકાદો

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन