Home /News /kutchh-saurastra /

જૂનાગઢમાં ડાયાભાઈની ચિક્કીની ભારે ડિમાન્ડ, 26 વર્ષોથી અલગ-અલગ પ્રકારની ચિક્કીનો કરે છે વેપાર

જૂનાગઢમાં ડાયાભાઈની ચિક્કીની ભારે ડિમાન્ડ, 26 વર્ષોથી અલગ-અલગ પ્રકારની ચિક્કીનો કરે છે વેપાર

Dayabhai

Dayabhai Chikki

જૂનાગઢમાં છેલ્લા 26 વર્ષથી ચિક્કીનું વેંચાણ કરતાં ડાયાભાઈની ‘શ્યામ ચિક્કી’, દર વર્ષે શિયાળામાં ભારે ડિમાન્ડમાં રહે છે, જુઓ Video..   

    Junagadh News: શિયાળો આવતા જ બજારમાં મળતી ચિક્કીની માંગ ખુબજ વધી જતી હોય છે. બજારમાં અનેક જગ્યાએ અવનવી ચીકીનું વેંચાણ (Chikki) કરતાં ફેરિયાઓ નજરે પડે છે, પણ જૂનાગઢમાં તો શિયાળા (Winter) દરમિયાન ડાયાભાઈની ‘શ્યામ ચિક્કી’ (Shyam Chikki Junagadh) ભારે ડિમાન્ડમાં રહે છે. તેઓની ચિક્કી એટલી લોકપ્રિય બની છે કે, તેઓ રોજ જેટલી તાજી ચિક્કી બનાવીને લાવે, તેનું વેંચાણ (Selling) થઈ જાય છે.

    ડાયાભાઈ મનજીભાઈ બજાણીયા; છેલ્લાં 26 વર્ષથી એકની એક જગ્યાએ ‘શ્યામ ચિક્કી’ ના નામે થડો લગાવીને ચિક્કીનો વેપાર કરતાં આવ્યાં છે. તેઓએ જ્યારે ચિક્કીના વેપારની શરૂઆત કરી ત્યારે તેઓ રૂ.03 માં 100 ગ્રામ અને રૂ.25 માં 01 કિલોગ્રામ ચિક્કી વેંચતા. સમય જતાં મોંઘવારીમાં વધારો થતાં, ચિક્કીમાં પણ ભાવ વધારો થયો. હાલમાં ડાયાભાઈ રૂ.200 ની 01 કિલોગ્રામ ચિક્કી વેંચી રહ્યાં છે.

    દર વર્ષે માત્રને માત્ર શિયાળા દરમિયાન જ ચિક્કીનું વેંચાણ કરતાં ડાયાભાઈની ‘શ્યામ ચિક્કી’ એટલી બધી લોકપ્રિય થઈ ગઈ છે કે, તેઓ જ્યારે થડો શરૂ કરે, ત્યારથી લઈને ચિક્કીનો માલ હોય, ત્યાં સુધી ગ્રાહકોની ભીડ રહે છે. ‘શ્યામ ચિક્કી’માં મળતી તલની ચિક્કી, માંડવી ચિક્કી, દાળિયા ચિક્કી, ટોપરાના ખમણની ચિક્કી, કાજુબદામની ચિક્કી, તલના લાડુ વગેરે તેઓ પોતાના ઘરે જ બનાવે છે. ચિક્કીની બનાવટમાં તેઓ ચોખ્ખાં અને શુદ્ધ ગોળ તથા ખાંડનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત તેઓ તલની સાની (કચરિયું), મમરાના લાડુ અને મલાઈ ચિક્કીનું પણ વેંચાણ કરે છે, જે તેઓ બહારગામથી મંગાવે છે.

    આ પણ વાંચો: હેડક્લાર્ક Paper leak: પ્રાંતિજમાં 10 લોકો સામે FIR, 6 આરોપીઓની ધરપકડ, 4 ફરાર

    ચિક્કી બનાવવી એ ડાયાભાઈનો પહેલેથી શોખ રહ્યો છે, ત્યારે ચિક્કી બનાવવામાં ડાયાભાઈના પરિવારજનો પણ તેઓને તેમાં મદદરૂપ થાય છે. દર વર્ષે દિવાળી પછી ડાયાભાઈ ચિક્કીનો વેપાર શરૂ કરે છે, જે મહાશિવરાત્રિ સુધી ચાલે છે. ડાયાભાઈના કહેવા મુજબ; ઉત્તરાયણ પછી પણ તેઓની ચિક્કીનું વેંચાણ એટલું જ રહે છે. તેઓની લોકપ્રિયતા એવી છે કે, એક દિવસ ચિક્કીનો થડો બંધ રહ્યો હોય તો, લોકો પૂછે છે દાદા ક્યાં ગયા હતા? કઈ થયું તો ન્હોતું ને?

    આ પણ વાંચો: રાજકોટ: 12 વર્ષની બાળકી સાથે મિત્રતા કેળવીને યુવકે આચર્યુ દુષ્કર્મ, થઇ ધરપકડ

    ‘શ્યામ ચિક્કી’ માં મળતી તમામ ચિક્કીની આઈટમ લોકોને ખુબજ પસંદ પડે છે, પણ સૌથી વધારે લોકો માંડવી પાક, તલ અને ટોપરાનો મિક્સ પાક, મલાઈ ચીકી વગેરે વધુ પસંદ કરે છે. લોકો માત્ર પોતાના માટે જ નહિ, પણ સ્નેહીજનો માટે પણ અહીથી ચિક્કી લઈ જાય છે અથવા મોકલી આપે છે. હાલમાં ડાયાભાઈ આઝાદ ચોકમાં આવેલ જૂનાગઢ મહાનગરપાલિકાની બરાબર સામે એક લારીમાં ‘શ્યામ ચિક્કી’ નામે થડો લગાવીને વેંચાણ કરી રહ્યાં છે. તેઓ બપોરે 4.30 થી રાત્રે 10.30 વાગ્યા સુધી ચિક્કીનું વેંચાણ કરે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Junagadh news, જૂનાગઢ

    આગામી સમાચાર