જૂનાગઢઃ દલિત યુવકને જાનવરની જેમ રસ્તા પર ચાલવા કરાયો મજબૂર

News18 Gujarati
Updated: October 3, 2018, 4:02 PM IST
જૂનાગઢઃ દલિત યુવકને જાનવરની જેમ રસ્તા પર ચાલવા કરાયો મજબૂર
દલિત યુવકને માર મરાયો

આ વખતે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેંદપરા ગામે એક દલિત યુવક પર કારખાનેદારે અત્યાચાર કર્યો છે.

  • Share this:
જૂનાગઢઃ રાજ્યમાં દલિતો પર અત્યાચારનો વધુ એક મામલો સામે આવ્યો છે. આ વખતે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના મેંદપરા ગામે એક દલિત યુવક પર કારખાનેદારે અત્યાચાર કર્યો છે. દલિત યુવકને માર મારીને તેના રસ્તા પર જાનવરની જેમ ચાલવા મજબૂર કરવામાં આવ્યો હતો. આ મામલે કારખાનેદાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

છેડતીનો આરોપ લગાવી માર્યો માર

મળતી માહિતી પ્રમાણે રીક્ષા ચલાવતા દલિત યુવક મુકેશ રાઠોડને કારખાનેદારે કારખાનામાં કામ કરતી યુવતીની છેડતી કર્યાનો આરોપ લગાવી માર માર્યો હતો. બાદમાં તેને ગામના રસ્તા પર પશુની જેમ ચાર પગે ચાલવા મજબૂર કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસે કારખાનાના માલિક કૌશિક પટેલ અને તરુણ પટેલ વિરુદ્ધ એટ્રોસિટીની ફરિયાદ નોંધી છે.

ફરિયાદ પ્રમાણે સાબલપુર ચોકડી પાસે આવેલા કારખાનાના માલિક કૌશિક અને તરુણ પટેલે માર મારવાની સાથે સાથે મુકેશ રાઠોડને તેની જાતિને લઈને અપશબ્દો કહ્યા હતા. દલિત યુવકને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે ડીવાએસપી રાણાએ તપાસ શરૂ કરી છે.

વીડિયોમાં શું દેખાઈ રહ્યું છે?

વીડિયોમાં જોઈ શકાય છે કે દલિત યુવક મુકેશ ચાર પગલે રસ્તા પર ચાલી રહ્યો છે. આ દરમિયાન કારખાનેદાર દ્વારા તેને લાતો પણ મારવામાં આવી રહી છે. તેની બાજુમાં ચાલી રહેલા લોકોના હાથમાં લાકડીનો દંડો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં અમુક મહિલાઓ અને પુરુષો એવું કહી રહ્યા છે કે આ યુવક છેલ્લા ઘણા સમયથી એક દલિત યુવકની છેડતી કરી રહ્યો હતો. વીડિયોમાં કેટલિક મહિલાઓ યુવકને વધારે નહીં મારવાની પણ વિનંતી કરી રહી છે.
First published: October 3, 2018, 11:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading