જૂનાગઢ : 21મી સદીમાં પણ આભડછેટનું કલંક! સરપંચે અનુ.જાતિના વ્યક્તિની સ્મશાનયાત્રા અટકાવી

News18 Gujarati
Updated: January 11, 2020, 7:59 AM IST
જૂનાગઢ : 21મી સદીમાં પણ આભડછેટનું કલંક! સરપંચે અનુ.જાતિના વ્યક્તિની સ્મશાનયાત્રા અટકાવી
જૂનાગઢના શિલ ગામની ઘટનાથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.

જૂનાગઢના શિલ ગામની ઘટના, સરપંચે અનુસૂચિત જાતિના વ્યક્તિની સ્મશાન યાત્રા અટકાવતા પોલીસ પ્રોટેક્શન લેવું પડ્યું

  • Share this:
જૂનાગઢ : દેશ ભલે ચંદ્ર પર રોવર પહોંચાડવામાં સફળ રહ્યો હોય પરંતુ સામાજિક રૂઢીઓ અને બદીઓ પર વિજય મેળવવાનો હજુ બાકી છે. 21મી સદીમાં પણ આભડછેટનું કલંક પીછો છોડી ન રહ્યુ હોય તેવી ઘટના જૂનાગઢના શિલ ગામે બની છે. આ ગામમાં અનસુચૂતિ જાતિના એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. જોકે, આભડછેટના નામે ગામના સરપંચે તેમની અંતિમ યાત્રાને સ્મશાનમાં જતી અટકાવી દીધી હોવાનો બનાવ સામે આવતા હાહાકાર મચી ગયો છે. આખરે આ મામલે પોલીસની મધ્યસ્થીથી સ્મશાનયાત્રા નીકળી હતી.

એક બાજુ 21મી સદી 20 વર્ષની થઈ છે અને દુનિયા આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સની હરણફાળમાં આગળ વધી રહી છે ત્યારે આવા કિસ્સાથી સમગ્ર પંથક શર્મશાર થયું છે. અનસૂચિત જાતિના લોકોની લાશને અંતિમ વિધિ પણ ન કરવા મળે તો સામાજિક સમરસતાની વાતો ન કરવી જોઈએ આવી ચર્ચા થઈ છે. આ મામલે આગેવાનો સાથે મળી અને પરિવારે એટ્રોસિટીની ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો : ખેડૂત તથા પતંગ રસિકો માટે માઠા સમાચાર, 13 જાન્યુઆરીએ કમોસમી વરસાદની આગાહી

તો આવનારા દિવસોમાં ઘેરા પ્રત્યાઘાત પડશે : મકવાણાઆગેવાન પરબત મકવાણાએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો. જોકે દોષિતો પર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઘેરા પ્રત્યાઘાતો પડવાની ચીમકી પણ મકવાણાએ ઉચ્ચારી હતી
 

ગામના આગેવાન પરબત મકવાણા આ મામલે આગળ આવ્યા હતા અને પોલીસની મધ્યસ્થી કરાવી હતી. પોલીસે આ મામલે એટ્રોસિટીની ફરિયાદ નોંધી હતી અને તેને સંતોષકારક રીતે સ્વીકારી અને પરિવારે અંતિમ વિધિ કરી હતી પરંતુ મકવાણાએ જણાવ્યું કે ' જો, આ મામલે સંતોષકારક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આ ઘટનાના ઘેરાપ્રત્યાઘાત પડશે

આ પણ વાંચો :  UPમાં બસ અને ટ્રક અથડાતા લાગી ભયંકર આગ, 20 લોકોનાં મોત

મેવાણીએ આ મામલે કાયમ પડકાર ફેંક્યો છે

ઉલ્લેખનીય છે કે જૂનાગઢમાંથી જ્યારે આભડછેટની ઘટના સામે આવી છે ત્યારે રાજ્યના અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી કાયમ પડકાર ફેંકતા આવ્યા છે. મેવાણીએ અનેક સભાઓમાં અને પત્રકારો સાથેના વાર્તાલાપમાં કહ્યું છે કે સરકાર જો ખરેખર સંવેદનશીલ હોય તો રાજ્યના કોઈ પણ તાલુકામાંથી એક તાલુકો પસંદ કરે અને મુખ્યમંત્રી સ્વયં જાહેરાત કરે કે અમે આ ગામને આભડછેટ મુક્ત બનાવ્યું છે.

 
First published: January 11, 2020
વધુ વાંચો
अगली ख़बर