જુનાગઢઃજીલ્લા ભાજપ પ્રમુખની વીજ કંપનીના ઇજનેર સામે દાદાગીરી

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 17, 2017, 1:28 PM IST
જુનાગઢઃજીલ્લા ભાજપ પ્રમુખની વીજ કંપનીના ઇજનેર સામે દાદાગીરી
જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખના ડ્રાઈવરે પી.જી.વી.સી.એલ ના ઈજનેરને માર મારવાની તેમજ જીલ્લા પ્રમુખે અપશબ્દો કહ્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મંગળવારે સાંજે જુનાગઢની મુખ્ય વીજ કંપનીની ઓફીસમાં જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ ત્યાં ગયા હતા અને તેમની સાથે કિશોર માયાણી તેમજ તેનો ડ્રાઈવર દશરથસિંહ ધંધુકિયા હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 17, 2017, 1:28 PM IST
જુનાગઢ જીલ્લા ભાજપ  પ્રમુખના ડ્રાઈવરે પી.જી.વી.સી.એલ ના ઈજનેરને માર મારવાની તેમજ જીલ્લા પ્રમુખે અપશબ્દો કહ્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. મંગળવારે સાંજે જુનાગઢની મુખ્ય વીજ કંપનીની ઓફીસમાં જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ ત્યાં ગયા હતા અને તેમની સાથે કિશોર માયાણી તેમજ તેનો ડ્રાઈવર દશરથસિંહ ધંધુકિયા હતો.

મુખ્ય ઈજનેર આજકિયાની ઓફીસમાં કિરીટ પટેલે ચેકિંગ સ્કવોર્ડના અધીકારી એંચ.વી. સાવલિયાને બોલાવી તમે ખોટા બીલ આપો છો તેમ કહી કિરીટ પટેલ ઉશ્કેરાઈને સાવલિયાને અપશબ્દો કહ્યા હતા. તે દરમિયાન તેની સાથે રહેલ કિરીટ પટેલ ડ્રાઈવર દશરથસિંહ ધંધુકિયાએ સાવલિયાને બે લાફા મારી દીધા હતા અને કિશોર માયાણીએ પણ સાહેબને માર મારવાની કોશીશ કરી હતી.

ત્યાર બાદ કિરીટ પટેલ સહીત તેના સાગરીતો ત્યાંથી ચાલ્યા ગયા હતા. બાદમાં એચ.વી.સાવલિયા એ કિરીટ પટેલ,તેનો ડ્રાઈવર દશરથ સિંહ ધંધુકિયા અને કિશોર માયાણી વિરૃધ ફરિયાદ અરજી આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.

First published: May 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर