Home /News /kutchh-saurastra /

નિવૃત જીવનને સાહસથી ભરવા સાઈકલવીરો વડોદરા થી જૂનાગઢ આવી પહોંચ્યા, આપ્યો આ સુંદર સંદેશ

નિવૃત જીવનને સાહસથી ભરવા સાઈકલવીરો વડોદરા થી જૂનાગઢ આવી પહોંચ્યા, આપ્યો આ સુંદર સંદેશ

Cyclists

Cyclists came to Junagadh from Vadodara

બેન્ક રિટાયર્ડ કર્મચારીઓ પોતાના નિવૃત જીવનને સાહસથી ભરવા સાઇકલ લઈને વડોદરા થી જૂનાગઢ આવી પહોંચ્યા, લોકોને આપ્યો આ સુંદર સંદેશ...

  Junagadh News: મોટેભાગે નિવૃત (Retired) લોકો પ્રભુ ભક્તિમાં અને પરિવાર સાથે સમય વિતાવવાનું પસંદ કરતાં હોય છે, પરંતુ 62 વર્ષના મયંકભાઈ વૈદ્ય (Mayank Vaidya) અને 63 વર્ષના રમેશભાઈ મારડીયા, પોતાના નિવૃત જીવનમાં સાહસ ભરવા અને યુવાનોને વ્યસન (Addiction) મુક્તિનો સંદેશ આપવા માટે વડોદરા (Vadodara To Junagadh) થી અંદાજે 360 કિમિ જેટલું અંતર કાપીને જૂનાગઢ પહોંચ્યા છે. અહીં મહત્વની વાત તો એ છે કે, તેઓએ સાઇકલ લઈને આટલું લાંબુ અંતર કાપ્યું છે.

  મયંકભાઈએ આ વિશે વાત કરતાં જણાવ્યું કે, તેઓ અને તેમના મિત્ર રમેશભાઈ મારડીયા બંને વર્ષ 2019 માં સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયામાંથી નિવૃત થયાં. રિટાયર્ડ લાઈફ પહેલાં તેઓ જે નથી કરી શક્યાં, એ કાર્ય કરવાના ઉદ્દેશ્ય સાથે તેઓએ વિવિધ સાહસિક પ્રવૃત્તિ કરવાનું નક્કી કર્યું. પર્વત ચઢાણ તેઓનો હંમેશાથી શોખ રહ્યો છે.

  યુથ હોસ્ટેલ્સ એસો. ઓફ ઇન્ડિયા જૂનાગઢ યુનિટ દ્વારા યોજાતા ટ્રેકિંગ કેમ્પમાં તેઓ અવારનવાર ભાગ લેતાં, પણ સંજોગોવશાત તેઓને વડોદરા ખાતે સ્થળાંતરિત થવાનું થયું. જે પછી તેઓએ પોતાના જુના મિત્રો જે જૂનાગઢમાં રહે છે, તેને મળવાના ઉદ્દેશ્યથી તેઓ વડોદરાથી સાઇકલ લઈને જૂનાગઢ આવી પહોંચ્યા છે.

  આ પણ વાંચો: ગુજરાતમાં ક્યારથી પડશે ગાત્રો થીજવતી ઠંડી, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

  તેઓ ગત તા.11મી ડિસેમ્બરને શનિવારના રોજ સવારે 7 વાગ્યે વડોદરાથી નીકળ્યાં હતાં અને આજરોજ તા.15મી ડિસેમ્બરને બુધવારના રોજ અંદાજે 360 કિલોમીટર જેટલું અંતર કાપીને તેઓ સવારે 10.30 વાગ્યે તેઓ જૂનાગઢ ખાતે આવી પહોંચ્યાં છે. તેઓ દરરોજ અંદાજે 70 થી 80 કિલોમીટર જેટલું સાયકલિંગ કરતાં હતાં. રસ્તામાં તેઓને કોઈપણ જાતની તકલીફો પડી નથી. ઉલટાનું રસ્તામાં મળતાં લોકો તરફથી ખુબજ પ્રેમ અને સહકાર મળ્યો છે.

  મયંકભાઈએ યુવાનોને સંદેશ આપતાં કહ્યું કે, ઈશ્વરે આપણાં શરીરમાં અખૂટ શક્તિ આપેલી છે, પરંતુ જો વ્યસનથી દુર રહીએ તો અવશ્યથી આપણે એ તમામ શક્તિઓનો યોગ્ય દિશામાં ઉપયોગ કરી, આપણા જીવનને સાર્થક બનાવી શકીએ. યુવાનો વ્યસનમાંથી મુક્ત થઈ અને નિયમિતપણે કસરત કરશે, તો તન અને મન બંને રીતે સ્વસ્થ રહી શકાશે.

  આ પણ વાંચો: ગૌણ સેવાના Paper leak: કોલ ડિટેઇલ્સના આધારે આઠ શંકાસ્પદોની કરાઇ અટકાયત

  ટ્રેકિંગના શોખીન મયંકભાઈ આવનારા સમયમાં તેઓના સાહસિક મિત્રો સાથે મળી, અનેક પર્વતોની ઊંચાઈઓ સર કરવાનું સ્વપ્ન સેવી રહ્યાં છે. કુદરતે તેઓને એટલી શક્તિ આપી છે કે, આજે 62 વર્ષની ઉંમરે પણ તેઓ પાંચ-સાત કિલોમીટર આરામથી દોડી શકે છે. જે શક્તિનો ઉપયોગ કરી, તેઓ ભવિષ્યમાં નવા-નવા આયામો સર કરવા ચાહે છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Junagadh news, જૂનાગઢ

  આગામી સમાચાર