Home /News /kutchh-saurastra /

સર્વે પિતૃ અમાસ: દામોદર કુંડે ભાવિકોની ભીડ જામી, તીર્થગોરે જણાવ્યું અમાસનું મહત્વ - Video

સર્વે પિતૃ અમાસ: દામોદર કુંડે ભાવિકોની ભીડ જામી, તીર્થગોરે જણાવ્યું અમાસનું મહત્વ - Video

Damodar

Damodar Kund Amas

સર્વ પિતૃ અમાસ, આ દિવસે જે સ્વજનની તિથિ યાદ ન હોય અને તેમનું શ્રાદ્ધ કરવાનું રહી ગયું હોય તેવા પિતૃઓનું શ્રાદ્ધ આ દિવસે કરી શકાય છે.

  જુનાગઢ : આજે ભાદરવા મહિનાનો અંતિમ દિવસ છે, પિતૃપક્ષમાં આવતા આ દિવસને સર્વ પિતૃ અમાસ તરીકે ઓળખવામાં આવે છે, જે પિતૃઓની કૃપા મેળવવાનો ઉત્તમ દિવસ છે. આ દિવસે જે સ્વજનની તિથિ યાદ ન હોય અને તેમનું શ્રાદ્ધ કરવાનું રહી ગયું હોય તેવા પિતૃઓનું શ્રાદ્ધ આ દિવસે કરી શકાય છે. આજરોજ પિતૃપક્ષ, મહાલયની પૂર્ણાહુતિ થવાની સાથે શ્રાદ્ધપક્ષ પૂર્ણ થશે. શાસ્ત્રોમાં આ અમાસને સર્વ પિતૃ અમાસ, મહાલય અમાસ કે મોક્ષદાયિની અમાસ પણ કહે છે.

  ત્યારે તીર્થસ્થાનોમાં સુવિખ્યાત તીર્થ દામોદર કુંડ ખાતે સર્વ પિતૃ અમાસ નિમિત્તે ભાવિકોની ભારે ભીડ જોવા મળી. દૂર-દૂરથી આવેલા અસંખ્ય ભાવિકોએ પિતૃ તર્પણ કરી તેમજ દામોદર કુંડમાં પવિત્ર સ્નાન કરીને ધન્યતાની અનુભૂતિ કરી હતી. સર્વ પિતૃ અમાસના દિવસે તમામ પિતૃઓ માટે શ્રાદ્ધ-દાન કરાય છે, જેથી પિતૃઓ સંપૂર્ણ સંતુષ્ટ થાય છે. આથી દામોદર કૂંડના ઘાટે અનેક તીર્થગોર દ્વારા પિતૃતર્પણ, શ્રાદ્ધ, પિંડદાન જેવી વિધિઓ પરિપૂર્ણ કરાવવામાં આવી હતી. અનેક શ્રદ્ધાળુઓએ પીપળે પાણી રેડીને પિતૃઓને તૃપ્ત કરવાની ભાવના કરી હતી.

  પિતૃપક્ષના સોળ દિવસ આપણાં પૂર્વજોને સમર્પિત હોય છે, જે દરમિયાન તેમને જળ-ભોજન અર્પણ કરી શ્રાદ્ધકર્મ કરવાની પ્રથા છે, ત્યારે જો કોઈ વ્યક્તિ પિતૃ શ્રાદ્ધ કર્મ ન કરી શક્યા તેઓ સર્વ પિતૃ અમાસના દિવસે પિતૃ તર્પણ અને શ્રાદ્ધ અર્પણ કરીને પિતૃ કૃપા પ્રાપ્ત કરી શકે છે.
  First published:

  Tags: Junagadh Latest News, Junagadh news, શ્રાદ્ધ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन