Home /News /kutchh-saurastra /જૂનાગઢ : સિંહને ગાય ખવડાવવાનો મામલો, DCFએ કેમ વાતને પાયાવિહોણી ગણાવી?

જૂનાગઢ : સિંહને ગાય ખવડાવવાનો મામલો, DCFએ કેમ વાતને પાયાવિહોણી ગણાવી?

સિંહને ગાય ખવડાવવાનો મામલો: ડીસીએફ એ આવું કહીને વાતને પાયાવિહોણી ગણાવી!

Junagadh News : જૂનાગઢ ઉત્તર રેન્જ માં ત્રણ ગાયનું સિંહ દ્વારા મારણ થયું હતું. જે દરમિયાન માલધારીની ગાયો વન કર્મીઓએ સિંહને ખવડાવી દીધી હોવાની વાત પા

    તાજેતરમાં જૂનાગઢ (Junagadh) ઉત્તર રેન્જના વિડીવાળી અને બેડાવાળી બીટના સરક્યુલર રોડ પાસે ત્રણ ગાયનું (Cow) સિંહ (Lion Hunt)  દ્વારા મારણ થયું હતું. માલધારીની ગાયો વન કર્મીઓએ સિંહને ખવડાવી દીધી હોવાની વાત પાયાવિહોણી હોવાનું જૂનાગઢ ડીસીએફ (DCF Junagadh) એ જણાવ્યું હતું.

    જૂનાગઢ વન વિભાગ ડુંગર ઉત્તર રેન્જ હેઠળ આવતા રણશિવાવ રાઉન્ડ માં વન રક્ષા સહાયક રતનપરા બીટમાં ફેરણામાં હતા, ત્યારે આ દરમિયાન ગીરનાર અભયારણ્ય વિસ્તારની સરક્યુલર રોડ પાસેના ભાગમાં માલઢોર દ્વારા ગેરકાયદેસર ચરિયાણ થતું હોવાનું તેમના ધ્યાને આવતા આ બાબતે એમ.આર.મકવાણા રાઉન્ડ ફોરેસ્ટરને જાણ કરવામાં આવી હતી અને વન્યપ્રાણી(સરક્ષણ) અધિનિયમ અંતર્ગત અપપ્રવેશ અને ગેરધોરણે ચરિયાણ કરાવવાનો ગુન્હા હેઠળ ધોરણસરની કાર્યવાહી કરતાં કુલ અગિયાર ઢોરને રોકાવેલ હતા.

    ત્યારબાદ રાઉન્ડ ફોરેસ્ટર દ્વારા ઢોરના માલિક અંગે તપાસ કરી તેનો સંપર્ક કર્યો હતો અને માલિકને દંડ ભરીને ઢોર લઈ જવા કહેવાયું હતું, પરંતુ તેઓ ઢોરને લઈ જવા તૈયાર ન થતા પશુઓની સુરક્ષા માટે રણશીવાવ થાણા નજીક રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ રાઉન્ડ ફોરેસ્ટર દ્વારા સ્થાનિક આગેવાનો સંપર્ક કરતા તેમને પણ આ બાબત જણાવવામાં આવેલ. વનવિભાગ દ્વારા માલઢોરની સલામતી અને સાચવણી માટે ભલગામ ગૌશાળાનો સંપર્ક કરતા અને સહમતી મળતા પશુઓને ત્યાં લઈ જવા માટે પરિક્ષેત્ર વન અધિકારી ડુંગર ઉત્તર રેન્જ પાસેથી સરકારી પિકઅપ વાહન રણશીવાવ થાણે મંગાવેલ હતું.

    વાહન રણશીવાવ થાણે પહોંચે તે પહેલાં પશુઓની સલામતી માટે તેમને કમ્પાઉન્ડ વોલથી સુરક્ષિત થાણાની અંદરના ભાગમાં લાઇટના અજવાળે રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન ગુન્હાના સ્થળથી મોટરસાઇકલ લેવા જતા બે કર્મચારીઓને રસ્તામાં એક સિંહણ થાણા તરફ આવતી ધ્યાને આવી હતી. તેમના દ્વારા સિંહણને થાણાથી દૂર રાખવાના પ્રયાસ દરમિયાન સિંહણે ગર્જના કરેલ. એ સમયે થાણામાં વીજળી જતા અંધારામાં સિંહની ગર્જનાથી રોકાયેલ માલઢોર ભડકીને ભાગેલા અને દોરી વડે બંધાયેલા થાણાનો ગેટ તોડી જંગલ વિસ્તારમાં નાસી ગયેલ.

    તરત જ રાત્રિના અંધારામાં રાઉન્ડ ફોરેસ્ટર દ્વારા સાથી કર્મચારીઓ સાથે ભડકીને ભાગી જતાં માલઢોરની શોધખોળ હાથ ધરતા થાણાથી વિડીવાળી બીટના ત્રણ રસ્તા પાસે બે ગાય અને બેડાવાળી બીટના સરક્યુરલ રોડ પાસે એક ગાયનું મારણ સિંહ દ્વારા થયેલ હતું.

    આ પ્રકરણમાં વન વિભાગ દ્વારા માલઢોરને સાંજ પહેલા સુરક્ષિત લઇ જવા માટે ઢોર માલિકને વારંવાર જાણ કરવામાં આવી હતી. તેમજ આગેવાન મારફત પણ જણાવેલ હતું. આમ છતા તેમના તરફથી કોઇ સહકાર મળેલ ન હતો. આ અંગે જૂનાગઢ ડીસીએફ એ વધુમાં જણાવ્યું હતું કે, માલઢોરની સુરક્ષા તેમજ સાચવણીમાં રાઉન્ડ કર્મચારીઓ દ્વારા શક્ય એટલી પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. આમ છતાં સિંહ તેમજ ઢોરના કુદરતી સ્વભાવના કારણે આ દુઃખદ દુર્ઘટના થયેલ છે.
    First published:

    Tags: Cow, સિંહ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन