જૂનાગઢ! સગા મામાના દીકરાએ નાસ્તાની લાલચ આપી 9 વર્ષની બહેન સાથે આચર્યું દુષ્કર્મ, આવી રીતે ફૂટ્યો ભાંડો

જૂનાગઢ! સગા મામાના દીકરાએ નાસ્તાની લાલચ આપી 9 વર્ષની બહેન સાથે આચર્યું દુષ્કર્મ, આવી રીતે ફૂટ્યો ભાંડો
વંથલી પોલીસ સ્ટેશનની તસવીર

દુષ્કર્મ બાદ સગીરાની તબીયત બગડતા તેની માતાએ પૂછપરછ કરતા સગીરાએ સઘળી હકીકત પોતાની માતાને કહી હતી.

 • Share this:
  અતુલ વ્યાસ, જૂનાગઢઃ અત્યાર ગુજરાત (Gujarat) રાજ્ય સહિત દેશમાં દુષ્કર્મની (Rape case) ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે. હજી હાથરસ (Hathras gangrape) જેવી ભયાનક અને ક્રૂર દુષ્કર્મની ઘટનાની ઠંડી પડી નથી ત્યાં બીજી અનેક દુષ્કર્મની ઘટનાઓ દેશ અને રાજ્યમાં બની ગઈ છે. આવી જ એક શર્મસાર કરનારી ઘટના જૂનાગઢમાં (Junagadh) બની છે. જ્યાં સગા મામાના દીકરાએ જ નાસ્તાની લાલચ આપીને નવ વર્ષની નાની બહેન સાથે દુષ્કર્મ આચર્યું હતું. પિતરાઈ ભાઈ દ્વારા નાની બહેન ઉપર દુષ્કર્મ આચર્યાની ઘટનાની જાણ થતાં પરિવારજનોના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. પરિવાર ઉપર જાણે આભ તૂટી પડ્યું હોય એવો આઘાત લાગ્યો હતો. પરિવારજનોએ આ અંગે પિતરાઈ ભાઈ સામે પોલીસમાં ફરિયાદ (police complaint) નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીને દબોચી લઈ આગળની કાર્યવાહી કરી હતી.

  નાસ્તાની લાલચ આપીને અવાવરું જગ્યાએ લઈ જઈ આચર્યું દુષ્કર્મ


  મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના એક ગામમાં સગીરા પરિવાર સાથે રહે છે. સગીરાના મામાના દીકરાએ નાસ્તાનની લાલચ આપીને તેને અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો. જ્યાં એકલતાનો લાભ ઉઠાવીને પિતરાઈ ભાઈએ નાની બહેન ઉપર દુષ્કર્મ આચર્યું હતું. અને સગીરાને કોઈને વાત નહી કહેવાની ધમકી આપી હતી.

  સગીરાની તબીયત બગડતા સમગ્ર ઘટનાનો ભાંડ્યો ફૂટ્યો
  દુષ્કર્મ બાદ સગીરાની તબીયત બગડતા તેની માતાએ પૂછપરછ કરતા સગીરાએ સઘળી હકીકત પોતાની માતાને કહી હતી. આ બનાવને લઈને સગીરાનો પરિવાર હતપ્રભ બની ગયો હતો. કેમ કે કૌટુંબિક પીતરાઈ ભાઈએ આવું કૃત્ય તેના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

  આ પણ વાંચોઃ-સુરતના ઉદ્યોગપતિ કઢીવાલા દંપતિને પીકનીક બાદ દમણથી દારુની બોટલો ખરીદવી ભારે પડી, દારૂ હેરાફેરીના ગુનામાં થયા અંદર

  સગીરાને સારવાર માટે વંથલી હોસ્પિટલ ખસેડાઈ
  નરાધમ ભાઈની કરતૂતના કારણે સગીરાની તબીયત બગડી હતી. ત્યારબાદ પરિવારને ઘટનાની જાણ થયા બાદ બીમાર સગીરાને સારવાર માટે વંથલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેની સારવાર કરવામાં આવી હતી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોના-ચાંદીની કિંમતોમાં થયો મોટો ઘટાડો, જાણો આજના Gold-Silverના નવા ભાવ, દિવાળી પર તગડી કમાણીની તક

  આ પણ વાંચોઃ-સાવધાન! સુરતમાં લેસપટ્ટીનો વેપારી બન્યો હનીટ્રેપનો શિકાર, શરીરસુખ માણવા જતાં બે લાખ રૂપિયા ગુમાવ્યા, કેવી રીતે ફસાયો?

  માતાની ફરિયાદ બાદ પોલીસ દુષ્કર્મી ભાઈને પકડી પાડ્યો
  સમગ્ર હકીકતના જાણ થયા બાદ સગીરાની માતાએ વંથલી પોલીસ સ્ટેશનમાં પિતરાઈ ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. માતાની ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ કરનાર યુવકની અટકાયત કરી હતી.  યુવક સામે દુષ્કર્મ તેમજ પોક્સોની કલમ લગાવાઈ
  માતાની ફરિયાદ બાદ પિતરાઈ ભાઈ વિરુદ્ધ પોલીસે દુષ્કર્મ તેમજ પોકસોની કલમ લગાવી તપાસ હાથ ધરી છે. અટકાયત કરાયેલા યુવકનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામા આવશે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લામાં છેલ્લા ત્રણ માસમાં સગીરા સાથે દુષ્કર્મની ચાર ઘટના સામે આવી છે.
  Published by:ankit patel
  First published:October 29, 2020, 21:13 pm

  ટૉપ ન્યૂઝ