Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાથી પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોનો ધસારો, જુઓ Video

જૂનાગઢ: પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટવાથી પેટ્રોલ પંપ ઉપર ગ્રાહકોનો ધસારો, જુઓ Video

petrol

petrol pumps

પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ.12 અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ.17 નો ઘટાડો થયો છે. જેના કારણે જૂનાગઢમાં આજરોજ તા.4થી ઓક્ટોબર ના રોજ પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ.95.79 અને ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂ.89.87 નોંધાયો છે.

    જૂનાગઢ: ભારતવાસીઓને દિવાળીની ભેટ આપતા કેન્દ્ર સરકારે દિવાળીની પૂર્વ સંધ્યાએ એક મહત્વની જાહેરાત કરીને જણાવ્યું કે, દિવાળીના દિવસે તા.4થી નવેમ્બર થી પેટ્રોલ અને ડીઝલની એક્સાઇઝ ડ્યુટી ઉપર ઘટાડો કરવામાં આવશે, જેનાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જે બાદ ગુજરાત સરકારે પેટ્રોલ-ડીઝલના વેટ પર કરેલા ઘટાડાથી રાજ્યમાં ઇંધણના ભાવમાં ઘટાડો નોંધાતા પેટ્રોપ પંપ ઉપર ગ્રાહકોની લાઈનો જોવા મળી.

    આજરોજ તા.4થી નવેમ્બર, 2021 થી પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટીમાં કેન્દ્ર સરકાર દ્વારા ઘટાડો કરવામાં આવ્યો છે, જેના પગલે પેટ્રોલ પ્રતિ લીટર રૂ.5 અને ડિઝલમાં પ્રતિ લીટર રૂ.10 નો ઘટાડો નોંધાયો છે. જે પછી ગુજરાત સરકારે વેટમાં ઘટાડો કરતા પેટ્રોલ-ડિઝલના ભાવમાં નોંધનીય ઘટાડો થયો છે.

    જે અંતર્ગત પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર રૂ.12 અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂ.17 નો ઘટાડો થયો છે. જેના કારણે જૂનાગઢમાં આજરોજ તા.4થી ઓક્ટોબર ના રોજ પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ.95.79 અને ડિઝલનો ભાવ પ્રતિ લીટર રૂ.89.87 નોંધાયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલ ધરખમ ઘટાડાથી સામાન્ય વર્ગના લોકોને મોંઘવારીમાંથી આંશિક રાહત મળી છે. લોકો હજુ મોંઘવારીનો માર સહન કરી રહ્યાં છે, ત્યારે સરકાર હજુ પણ રાહત આપે તેવી અપેક્ષાઓ કરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો: Covaxinની રસી લેનારાઓ માટે ખુશખબર, 8 નવેમ્બરથી કરી શકશે અમેરિકાનો પ્રવાસ

    પેટ્રોલ-ડિઝલમાં થયેલ ભાવ ઘટાડાથી સામાન્ય વર્ગની જનતાએ રાહતનો શ્વાસ લીધો છે, સાથોસાથ દિવાળીના તહેવારે સવારથી જ પેટ્રોલપંપ ઉપર ગ્રાહકોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ તકે ગૃહિણીઓએ જણાવ્યું કે, સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરીને ખૂબ સારી રાહત આપી છે. હવે જો રાંધણગેસના ભાવમાં પણ ઘટાડો થાય તો ગૃહિણીઓનું ઘર ચલાવવાનું બજેટ પણ સામાન્ય થઈ જાય અને દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીમાંથી રાહત મળી શકે!
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Diwali 2021, Petrol Price Today, RATE

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन