જૂનાગઢઃ જૂનાગઢ ખાતે આવેલી નગર શેઠની ઐતિહાસિક જગ્યા મહાલક્ષ્મી મંદિરમાં ફેરવાઈ છે. આજરોજ તા.01લી નવેમ્બરના રોજ અગિયારસના શુભ દિવસે જૂનાગઢના પંચહાટડી ચોકની બાજુમાં આવેલ નગર શેઠની હવેલી ખાતે મહાલક્ષ્મી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. મહાલક્ષ્મી માતાજી સાથે દુંદાળા દેવ ગણેશજીની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
દિવાળીના તહેવારો શરૂ થઈ રહ્યાં છે, ત્યારે જૂનાગઢના પંચહાટડી ચોકની નજીકમાં આવેલ નગર શેઠની હવેલી ખાતે મહાલક્ષ્મી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે, જેથી ઐતિહાસિક નગર શેઠની હવેલી મહાલક્ષ્મી મંદિરમાં ફેરવાઈ છે. આજરોજ તા.1લી નવેમ્બર ના રોજ સોમવારના દિવસે મહાલક્ષ્મી મંદિરની સ્થાપના કરવામાં આવી છે, આથી દિવાળીના તહેવારોમાં ભાવિકો પંચહાટડી ચોકમાં પણ મહાલક્ષ્મી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે.
બ્રાહ્મણો દ્વારા વેદોના મંત્રોચ્ચાર સાથે માઁ મહાલક્ષ્મીની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી, જે પછી સૌ ભાવિકોએ આરતી તેમજ દર્શનનો લહાવો લીધો. નગર શેઠની હવેલી ખાતે રાજસ્થાનના જયપુરમાંથી ખાસ આરસમાંથી બનાવેલ અલૌકિક રૂપ ધરાવતી મહાલક્ષ્મીજી તેમજ ગણપતિજીની પ્રતિમા મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. જે પ્રતિમાઓ વીરબાઈ મહિલા મંડળની બહેનોએ કરેલી બચતમાંથી બનાવવામાં આવી છે. આગામી નૂતન વર્ષે મહાલક્ષ્મી માતાજીને અન્નકુટ ધરાવવામાં આવશે અને સર્વે ભાવિકો તેના દર્શનનો લ્હાવો લઈ શકશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર