Home /News /kutchh-saurastra /

તાલાળા પેટાચૂંટણીમાં કોંગ્રેસનો દાવ, બારડ સામે બારડને ઉતારશે મેદાને!

તાલાળા પેટાચૂંટણીમાં કોંગ્રેસનો દાવ, બારડ સામે બારડને ઉતારશે મેદાને!

    હાલ લોકસભા ચૂંટણીનો માહોલ ગરમ છે. તો ચૂંટણી પંચે લોકસભાની સાથે વિધાનસભા ચૂંટણી પણ યોજવાનું જાહેર કર્યું છે. જેમાં ગુજરાતમાં પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. ત્યારે ભાજપ-કોંગ્રેસ વિધાનસભા બેઠકો પર ઉમેદવારો શોધમાં છે. જેમાંથી તાલાળા-સૂત્રાપાડા બેઠકની પેટા ચૂંટણી પર ભાજપે ઉમેદવારની જાહેરાત કરી સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. ત્યારે કોંગ્રેસ પણ આ બેઠક પર કોઇ બારડ ઉમેદવારને મેદાને ઉતારવાની તૈયારીમાં છે.

    સૂત્રોના જણાવ્યા પ્રમાણે તાલાળા-સૂત્રાપાડાની બેઠક પર કોઇ નવા ચહેરાને મેદાને ઉતારવાની તૈયારી કરી રહ્યું છે. ખાસ કરીને આ ઉમેદવાર યુવા હશે તેવું સ્થાનિક લેવલે ચર્ચાઇ રહ્યું છે. સાથે સૂત્રોનું કહેવું છે કે કોંગ્રેસ પૂર્વ ધારાસભ્ય જસુ બારડના પુત્ર અને સસ્પેન્ડેડ ધારાસભ્ય ભગવાન બારડના ભત્રીજા હિરેટ બારડને ટિકિટ આપી શકે છે. હાલ તો કોંગ્રેસ દ્વારા બેઠક પર ઉમેદવારની જાહેર કરી નથી રહી પરંતુ સ્થાનિક લેવલે રાજકારણ ગરમાય રહ્યું છે.

    અહીં ક્લિક કરી વાંચોઃ BJP ઉમેદવાર સાથે બાબુ બોખીરીયાએ ફોર્મ ઉઠાવતા રાજકારણ ગરમાયું

    ભાજપે ઉતારેલા ઉમેદવાર જસા બારડ

    બીજી બાજુ ભાજપે લોકસભા ચૂંટણી માટે વધુ ચાર નામો જાહેર કર્યા સાથે જ તાલાળા વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ જસા બારડના નામની જાહેરાત કરી દીધી છે. જસા બારડ મૂળ ભાજપી જ છે. 1990ની આસપાસ તે ભાજપમાં જોડાયા હતા. ખજૂરાહો કાંડમાં શંકરસિંહ વાઘેલા સાથે બળવો કરી રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. રાષ્ટ્રીય જનતા પાર્ટી દ્વારા તે કોંગ્રેસમાં પહોંચ્યા હતા. ઘણાં સમય સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ મૂળ ઘરે પાછા ફર્યા હતા.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Fight, Gujarat Lok sabha election 2019, કોંગ્રેસ, ભાજપ

    આગામી સમાચાર