માળિયા મિયાણા: આંગળીયા પેઢીનો 25 લાખનો થેલો ચોરાયો

News18 Gujarati
Updated: April 2, 2019, 1:27 PM IST
માળિયા મિયાણા: આંગળીયા પેઢીનો 25 લાખનો થેલો ચોરાયો
પ્રતિકાત્મક તસવીર

આંગળીયા પેઢીના કર્મચારી ચા નાસ્તો કરવા ઉતર્યા હતા, પરત ફરતાં થેલો ગુમ હતો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી: માળિયા મિયાણા નજીક આંગળીયા પેઢીનો 25 લાખનો થેલો ચોરાયાની ફરિયાદ નોંધાઇ છે. માળીયા મિયાણા નજીક આવેલી એક હોટલ પાસે એસટી બસમાંથી આંગડિયા પેઢીના સોના-ચાંદીના ઘરેણાં ભરેલા થેલાની ચોરી થઇ હતી.

મળતી માહિતી પ્રમાણે, રાજકોટ ભૂજ રૂટ પર ચાલતી એસટી બસ માળીયા મિયાણા નજીક માધવ હોટલ પાસે રોકાઇ હતી. જ્યાં આંગળીયા પેઢીના કર્મચારી એચ.પ્રવિણકુમાર ચા નાસ્તો કરવા ઉતર્યા હતા. પરત ફરતાં તેમણે જોયું કે તેમનો રૂપિયા 25 લાખના સોના-ચાંદીના દાગીના ભરેલો થેલો ગુમ હતો. બસમાં બેઠેલા રોહિતકુમાર ગોસ્વામી નામના કર્મચારીનો થેલો ચોરાતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

આ પણ વાંચો: મધદરિયે ગેંગવોર, ઉના અને મહારાષ્ટ્રના માછીમારો વચ્ચે અથડામણ

આંગડિયા પેઢીના માલિક નિકુંજ પ્રવીણભાઈ પારેખે માળિયા મિયાણા પોલીસ મથકે 25 લાખની સોના ચાંદીના ઘરેણાં ચોરાયાની ફરિયાદ નોંધાવી હતી. બે અજાણ્યા વ્યક્તિ અને એક સફેદ કલરની ગાડીમાં સવાર વ્યક્તિ સહિત એમ કુલ ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
First published: April 2, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading