Home /News /kutchh-saurastra /

Junagadh: ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની તડામાર તૈયારી કરતાં સ્પર્ધકો, સરકારને કરી આ મહત્વની રજુઆત

Junagadh: ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાની તડામાર તૈયારી કરતાં સ્પર્ધકો, સરકારને કરી આ મહત્વની રજુઆત

Girnar

Girnar ascent-descent competition

જૂનાગઢ ગિરનાર ખાતે આગામી તા.2જી જાન્યુઆરીના રોજ યોજાનાર ગિરનાર સ્પર્ધાને લઈને સ્પર્ધકો ખુબજ મહેનત કરી રહ્યાં છે, જુઓ Video...

    Junagadh News : આગામી તા.2જી જાન્યુઆરીના રોજ જૂનાગઢ ખાતે યોજાનાર રાજ્યકક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાને લઈને ખેલાડીઓ તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. ગત વર્ષે કોરોના મહામારીના કારણે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા મોકૂફ રાખવામાં આવી હતી, પરંતુ આ વર્ષે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધાના આયોજનની જાહેરાત થઈ, ત્યારથી જ ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

    સામાન્ય રીતે ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા શિયાળાના શરૂઆતી સમયગાળામાં યોજાતી હોય છે. આ સ્પર્ધાને આડે જ્યારે 15 થી 20 દિવસનો સમયગાળો હોય છે, ત્યારથી જ ખેલાડીઓ તેની પ્રેક્ટિસમાં લાગી જતા હોય છે. આગામી તા.2 જાન્યુઆરીના રોજ યોજાનાર રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં ગુજરાત રાજ્યના અનેક જિલ્લાઓમાંથી ખેલાડીઓ ભાગ લઈ રહ્યાં છે.

    આ પણ વાંચો: Junagadh: થર્ટી ફર્સ્ટને લઈને ચુસ્ત બંદોબસ્ત,બ્રેથ એનેલાઇઝરથી થઈ રહ્યું છે ખાસ ચેકિંગ

    જેના વિશે માહિતી આપતાં રમત-ગમત વિભાગ અધિકારીએ જણાવ્યું કે, આગામી તા.2જી જાન્યુઆરીના રોજ યોજાનાર ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં કુલ 1058 સ્પર્ધકો ભાગ લેશે. જેમાં સિનિયર-જુનિયર કુલ 730 ભાઈઓ અને સિનિયર-જુનિયર કુલ 328 બહેનોનો સમાવેશ થાય છે. હાલ તમામ સ્પર્ધકો ગિરનાર સ્પર્ધાની તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે.

    આ પણ વાંચો: CRIME: અમદાવાદમાં યુવતીનો નંબર પોસ્ટ કરી કોઇએ લખ્યું, "સેક્સ ચેટ ઓન્લી"

    સ્પર્ધકો વહેલી સવારે અને સાંજે ગિરનાર પગથિયાં પર પ્રેક્ટિસ કરતા જોવા મળે છે. સ્પર્ધકો હાલમાં 1000 જેટલાં પગથિયાં ચડી-ઉતરીને પ્રેક્ટિસ કરી રહ્યાં છે. એ સિવાય પગથિયાં ચડવા-ઉતરવા માટે શરીર મજબૂત બની શકે, તે માટેની જરૂરી કસરતો કરી રહ્યાં છે. આ તકે સ્પર્ધકોએ સરકારને વિનંતી કરતા કહ્યું કે, ગિરનાર સ્પર્ધા એ ખુબજ કઠિન સ્પર્ધા છે, ત્યારે તેના વિજેતાઓને સરકારી નોકરીનો સીધો લાભ મળી શકે તેવું કરવું જોઈએ.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Junagadh news, જૂનાગઢ

    આગામી સમાચાર