Home /News /kutchh-saurastra /

ગણેશજીની પીઓપીની મૂર્તિ વિસર્જન માટે સરાહનીય વ્યવસ્થા; પ્રકૃતિને નહીં થાય નુકસાન!

ગણેશજીની પીઓપીની મૂર્તિ વિસર્જન માટે સરાહનીય વ્યવસ્થા; પ્રકૃતિને નહીં થાય નુકસાન!

Visarjan

Visarjan Kund Bhavnath

જૂનાગઢ શહેરમાં અનેક જગ્યાએ ગણેશજીની પીઓપીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, જેના વિસર્જન માટે જૂનાગઢ મનપા દ્વારા એક સરાહનીય વ્યવ

  જૂનાગઢ:  ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi)પાવન પર્વનો શુભારંભ થઈ ચૂક્યો છે, ગણેશ ભક્તોએ હર્ષોલ્લાસથી પોતાના ઘરે, શેરી-મહોલ્લા, એપાર્ટમેન્ટમાં ગણેશજીની પધરામણી કરી સ્થાપના કરી છે. હવે ભાવિકો પોતાની યથાશક્તિ મુજબ એક દિવસ, ત્રણ દિવસ, પાંચ, સાત કે અગિયાર દિવસ ગણપતિજીની ભાવભેર સેવપૂજા કરીને ત્યારબાદ ગણેશજીની પ્રતિમાનું જળાશયોમાં વિસર્જન કરીને વિદાય આપશે.

  જૂનાગઢ (Junagadh) શહેરમાં અનેક જગ્યાએ ગણેશજીની પીઓપીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે ગણેશજીની પીઓપીમાંથી બનેલી પ્રતિમાના વિસર્જનથી પ્રાકૃતિક જળાશયોને નુકસાન ન થાય તે માટે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષોની જેમ આ વર્ષે પણ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે એક વિશાળ કૃત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કૃત્રિમ વિસર્જન કુંડ ભવનાથ ખાતે આવેલ ઇન્દ્રભારતી બાપુના આશ્રમના પ્રવેશદ્વાર પાસે બનાવવામાં આવ્યો છે.

  તા.11મી સપ્ટેમ્બર શનિવારના રોજ સવારે સાધુ-સંતો, મનપાના પદાધિકારીઓ, અનેક મહાનુભાવો અને શહેરીજનોની હાજરીમાં આ કૃત્રિમ કુંડનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું. જે પછી આ કૃત્રિમ વિસર્જન કુંડ ગણેશજીના વિસર્જન માટે ખુલ્લો મુકાયો.

  જે કૃત્રિમ કુંડની વિશેષતા એ છે કે, આ કૃત્રિમ વિસર્જન કુંડમાં જૂનાગઢમાં આવેલ પવિત્ર જળાશયો જેવાકે; મૃગી કુંડ, દામોદર કુંડ, નારાયણ ધરો જેવા પવિત્ર જળાશયોના જળ લઈને આ કુંડને ભરવામાં આવ્યું છે. ભાવિકો આ ત્રિવેણી સંગમરૂપી કૃત્રિમ કુંડમાં ગણેશજીની પ્રતિમા સાચી શ્રદ્ધા અને આસ્થાપૂર્વક વિસર્જન કરશે. જેથી કરીને પ્રકૃતિને પણ નુકસાન નહીં થાય અને સૌની ધાર્મિક લાગણી તથા સંસ્કૃતિ પણ યથાવત રહેશે.

  આ પણ વાંચો: રૂપાણીએ મુખ્યમંત્રી પદથી રાજીનામું આપ્યા બાદ નીતિન પટેલ ટ્વિટર પર ટ્રેન્ડિંગમાં

  આ અનુસંધાને જૂનાગઢ કમિશનર રાજેશ તન્ના સાહેબ દ્વારા સૌ જૂનાગઢવાસીઓ તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા ભાવિકોને પીઓપીની મૂર્તિનું આ કૃત્રિમ જળાશયમાં વિસર્જન કરવા નમ્ર અપીલ કરવામાં આવી છે.
  First published:

  Tags: Ganesh Chaturthi, Junagadh news

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन