Home /News /kutchh-saurastra /

solar eclipse: શનિ અમાવસ્યા અને વર્ષના છેલ્લાં solar eclipseનો સંયોગ, ભાવિકોએ આ રીતે શનિદેવને કર્યા પ્રસન્ન

solar eclipse: શનિ અમાવસ્યા અને વર્ષના છેલ્લાં solar eclipseનો સંયોગ, ભાવિકોએ આ રીતે શનિદેવને કર્યા પ્રસન્ન

Shani

Shani Amavasya

saturn and solar eclipse: શનિ અમાવસ્યા અને વર્ષના છેલ્લાં સૂર્ય ગ્રહણનો સંયોગને લઈને જૂનાગઢના શનિ મંદિરમાં (junagadh sani temple) ભાવિકોની ભીડ જોવા મળી, તમે પણ કરો દર્શન

    Junagadh news: આપણે ત્યાં ધાર્મિક દ્રષ્ટિએ અમાસનું (Amavasya 2021) વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આજે તા.4થી ડિસેમ્બરના રોજ શનિવારે અમાસ હોવાથી શનિ અમાવસ્યાના (Shani Amavasya) નામથી તેને ઓળખવામાં આવે છે. શનિ (saturn) અમાવસ્યા અને વર્ષના છેલ્લાં સૂર્ય ગ્રહણનો (solar eclipse) અભૂતપૂર્વ સંયોગ આજે થયો છે, ત્યારે ભાવિકો શનિ મંદિરે (Shanidev Temple) ઉમટી પડ્યાં હતાં અને ન્યાયદેવતા શનિદેવની કૃપા પ્રાપ્ત કરી હતી.

    હિન્દૂ પંચાંગ અનુસાર આજે તા.4થી ડિસેમ્બરના રોજ માગશર મહિનાની અમાસ છે, સાથોસાથ શનિવાર પણ છે. જેથી આ દિવસને શનિ અમાવસ્યાના નામથી ઓળખાય છે. આ દિવસે ન્યાયદેવતા શનિદેવની વિશેષ પૂજા-અર્ચના કરવાનું મહત્વ રહેલું છે. આ ઉપરાંત આજે ચાલુ વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ પણ છે, જે ભારતમાં દ્રશ્યમાન થવાનું નથી!

    જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શનિ અમાવસ્યા અને સૂર્ય ગ્રહનના સંયોગને અતિ મહત્વનું માનવામાં આવે છે. આ દિવસે શનિ મહારાજની પૂજા કરવામાં આવે તો, મનુષ્યની કુંડળીમાં રહેલ શનિદોષ સમાપ્ત થઈ જાય છે. એટલા માટે જ, આજના દિવસે જુદાજુદા શહેરમાં આવેલ શનિ મંદિરોમાં ભાવિકોની ભીડ જોવા મળી.

    જૂનાગઢના ભવનાથ વિસ્તારના આવેલ શનિદેવ મંદિર ખાતે સવારથી જ ભાવિકોની ભીડ જોવા મળી. ભાવિકોએ શનિદેવને સરસવનું તેલ અને કાળા તલ ચડાવીને અભિષેક કર્યો, સાથોસાથ આંકડાના ફૂલની માળા ચડાવી શનિદેવનું વિશેષ પૂજન-અર્ચન કર્યું.
    First published:

    Tags: Solar eclipse

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन