Home /News /kutchh-saurastra /

જૂનાગઢમાં અધિકારીઓએ રસ્તા ઉપરનો કચરો હટાવ્યો, જાણો કચરાને અલગ અલગ કેવી રીતે તારવશો

જૂનાગઢમાં અધિકારીઓએ રસ્તા ઉપરનો કચરો હટાવ્યો, જાણો કચરાને અલગ અલગ કેવી રીતે તારવશો

Clean

Clean India Movement

Junagadh News : જૂનાગઢમાં ક્લીન ઇન્ડિયા થિમેટિક ડ્રાઇવનું આયોજન થયું, પદાધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે મળીને કચરો હટાવી સમાજને સ્વચ્છતા અંગે માહિતી આપી

    જુનાગઢ : આઝાદીના 75 વર્ષની ઉજવણી  (Azadi Ka Amrit Mahotsav) નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે જૂનાગઢ શહેરમાં ગત તા.7મી ઓક્ટોબર ના રોજ ક્લીન ઇન્ડિયા થિમેટિક (Clean India Drive Junagadh)  ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓને  સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલના (Swami Vivekanand High School)  મેદાનમાં સેગ્રીગેશન અંગેની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં વિદ્યાર્થીઓને સૂકો કચરો (Dry Garbage)  , ભીનો કચરો (Wet Garbage) , જોખમી કચરો (Risky Garbage)  કે સેનેટરી વેસ્ટ (Sanitary Waste)  અને ઘરેલુ જોખમી કચરો (Domestic Risky Garbage)  અલગ અલગ કેવી (Segregation of Garbage રીતે અને શા માટે જમા કરવો જોઈએ તેનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું.

    જૂનાગઢ ખાતે યોજાયેલ ક્લીન ઇન્ડિયા થિમેટિક ડ્રાઇવમાં (Clean india Thematic Drive Junagadh)   બહાઉદ્દીન કોલેજ, આયુર્વેદિક કોલેજ, ગુરુકુલ સહિતના અનેક વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ઉપસ્થિત રહેલા સર્વે વિદ્યાર્થીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવી ઘરમાંથી નીકળતા કચરાને કેવી રીતે વિભાજીત કરવો તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. જુદાજુદા રંગની કચરા પેટીમાં કેવા કેવા પ્રકારનો કચરો પડે છે, તેનું લાઈવ ડેમોસ્ટ્રેશન આપવામાં આવ્યું હતું.

    આ તકે જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ધીરુભાઈ ગોહેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશભાઈ ધુલેશિયા, જૂનાગઢ કમિશનર રાજેશ તન્ના સહિતના અનેક પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યાં હતાં, કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓ પાસેથી પણ સ્વચ્છતા અંગે મત લેવામાં આવ્યો, જેમાં વિદ્યાર્થીઓએ સ્વચ્છતાને આદત બનાવવા અંગે કહ્યું હતું.

    ક્લીન ઇન્ડિયા થિમેટિક ડ્રાઇવમાં જૂનાગઢ મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ ડ્રાઇવમાં જોડાયેલા વિદ્યાર્થીઓ સાથે મળીને જૂનાગઢના કેટલાક વિસ્તારમાં જઈને કચરો હટાવીને સમાજને સ્વચ્છતા અંગે જાગૃત થવાનો સંદેશ આપ્યો હતો.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Aazadi ka amrut mahotsav, Clean India, Junagadh news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन