Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: Omicroના ખતરાને પહોંચી વળવા શહેરની સિવિલ હોસ્પિટલમાં કરાઈ વિશેષ વ્યવસ્થા

જૂનાગઢ: Omicroના ખતરાને પહોંચી વળવા શહેરની સિવિલ હોસ્પિટલમાં કરાઈ વિશેષ વ્યવસ્થા

Civil

Civil Hospital

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના ખતરાને પહોંચી વળવા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સુસજ્જ બની છે, જુઓ Video..

    જૂનાગઢ: વિશ્વભરમાં હાલ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનનો (Omicron In Gujarat) ખતરો તોળાઇ રહ્યો છે. ઓમિક્રોનના આ ખતરાને પહોંચી વળવા મેડીકલ કોલેજ સંલગ્ન જૂનાગઢ સિવિલ હોસ્પિટલ (Junagadh Civil Hospital) ખાતે એક ખાસ આઇ.સી.યુ વોર્ડ (ICU) બનાવાયો છે. 16 બેડ સાથેના આ વોર્ડમાં જરૂરી તમામ તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

    આ અંગે મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ ડો.સુશીલકુમારના જણાવ્યા અનુસાર; આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચના મુજબ ઓમિક્રોનના ખતરાને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલમાં આગોતરી તૈયારી કરવામાં આવી રહી છે. જો જરૂર પડશે તો, ઓમિક્રોન માટે બેડની સંખ્યા પણ વધારી શકાશે. ઓમિક્રોનના ખતરા વચ્ચે હાલ કોરોનામાં લોકો સાવચેત રહે તે ખૂબ જરૂરી છે. લોકો ભીડથી દૂર રહે, માસ્ક પહેરે તથા સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તે કોરોનાથી બચવાનો સરળ ઉપાય છે.

    આ પણ વાંચો: Omicron Effect: અમદાવાદ એરપોર્ટ પર તંત્ર સજ્જ, છેલ્લા એક સપ્તાહમાં આવ્યા 9800 પ્રવાસીઓ

    અત્રે એ બાબત પણ ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં 1081 ઓક્સિજન બેડ અને 348 વેન્ટીલેટરની સુવિધા પણ ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ત્રીજી લહેરના સામના માટે પાંચ માળ ખાસ કોરોના માટે તૈયાર કરાયા છે. ઉપરાંત પ્રતિ મિનિટ 2500 કિલો ઓક્સિજન ઉત્પન્ન થાય, તેવા ત્રણ ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર છે. ડો.સુશીલ કુમારના જણાવ્યા પ્રમાણે; ઓમિક્રોનના ખતરા સામે સિવિલ હોસ્પિટલ દ્વારા પૂરતી તૈયારીઓ કરવામાં આવી છે. અહિં દાખલ થતા દર્દીઓને પૂરતી સારવાર મળશે. હાલ જૂનાગઢ સિવિલમાં ઓમિક્રોનનો એક પણ દર્દી દાખલ નથી.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: COVID19, Omicron, Preparation

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन