Home /News /kutchh-saurastra /

જૂનાગઢ : 'જો હું લગ્ન નહીં કરું તો મને મારશે,' 15 વર્ષની સગીરાના લગ્ન થતા અટકાવ્યા, નવી માતા અને પિતા કરતા હતા દબાણ

જૂનાગઢ : 'જો હું લગ્ન નહીં કરું તો મને મારશે,' 15 વર્ષની સગીરાના લગ્ન થતા અટકાવ્યા, નવી માતા અને પિતા કરતા હતા દબાણ

જૂનાગઢ જિલ્લામાં 'પાપ' થાય એ પહેલાં સમાજ સુરક્ષા અધિકારીઓની ટીમ ત્રાટકી, સગીરાને રેસ્ક્યૂ કરી લગ્ન થતા પહેલાં બચાવી લેવાઈ.

જૂનાગઢ જિલ્લામાં 'પાપ' થાય એ પહેલાં સમાજ સુરક્ષા અધિકારીઓની ટીમ ત્રાટકી, સગીરાને રેસ્ક્યૂ કરી લગ્ન થતા પહેલાં બચાવી લેવાઈ.

     અતુલ વ્યાસ, જૂનાગઢ : '21મી સદીમાં બેટી બચાવો બેટી પઢાવો,' ના ફેન્સી નારાઓ વચ્ચે એક જઘન્ય કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢમાં (junagadh)
    નવી માતા અને પિતા 15 વર્ષની (Child Marriage of girl) સગીરાના બળજબરી પૂર્વક લગ્ન કરાવવાના હતા. જોકે, આ લગ્ન માટે સગીરા માટે સંમત નહોતી. જોકે, આ પાપ થાય તે પહેલાં જ  સમાજ સુરક્ષા અધિકારીની ટીમ ત્રાટકી હતી અને લગ્ન થતા અટકાવ્યા હતા. સમાજ સુરક્ષાના અધિકારી કિરણ રામાણી એ આ બાળ લગ્ન અટકાવ્યા હતા અને સગીરાને રેસ્ક્યૂ કરી હતી. જોકે, સમગ્ર વાત વાયુવેગે પ્રસરી જતા હાહાકાર મચી ગયો છે.

    બનાવની વિગતો એવી છે કે જૂનાગઢ જિલ્લાના  વિસાવદર તાલુકાના લાલપુર ગામે એક સગીરાના લગ્ન ની ફરિયાદ સમાજ સુરક્ષા અધિકારીને મળી હતી. સમાજ સુરક્ષા વિભાગની ટીમ લાલપુર ગામે પહોચી ત્યા મંડપ મહૂર્તની વિધિ ચાલતી હતી. સમાજ સુરક્ષાની ટીમે તપાસ કરતા જેના લગ્ન થવાના હતા તે દીકરીની ઉંમર માત્ર 15વર્ષની હતી.

    આ પણ વાંચો : કચ્છ : પોલીસની 'વીરાંગના'ઓએ બૂટલેગરોનો પ્લાન કરી નાખ્યો ચોપટ, દારૂનો માતબર જથ્થો ઝડપી પાડ્યો

    અધિકારીઓ દ્વારા આ સગીરાની પૂછપરછ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. સગીરાએ જણાવ્યું હતુ કે મારી મરજી વિરુદ્ધ લગ્ન કરાવતા હતા. મારી નવી માતા અને પિતા બળજબરીથી મારા લગ્ન કરાવી રહ્યા હતા.
    વધુમાં તેણે જણાવ્યું હતુ કે હું લગ્ન નહીં કરૂ તો મને મારપીટ કરશે તેથી મારે ધરે રહેવું નથી. સગીરાની વાત જાણી સૌ અચરજ મા મૂકાયા હતા.

    આ પણ વાંચો : સુરત : 20 વર્ષના યુવકને કિશોરીને ભગાડવાનું સાહસ ભારે પડ્યું! મિત્રો પણ આવ્યા પોલીસના સકંજામાં

    ત્યારબાદ જૂનાગઢના Dysp, પ્રદીપસિંહ જાડેજાને સમગ્ર મામલે વાત કરતા તેમણે અને સમાજ સુરક્ષાની ટીમે સગીરાને જૂનાગઢના શીશુ મંગલ સંસ્થામાં મોકલવામાં આવી છે.  સગીરાના પિતાને પોલીસ દ્વારા ઠપકો આપવામાં આવ્યો હતો.

    જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાની તસવીર


    આ પણ વાંચો : સુરત : સૌરાષ્ટ્રના રત્નકલાકારની હત્યા, વરાછાના કારખાનામાંથી મળ્યો મૃતદેહ, શરીર પર હતા ઈજાના નિશાન

    જોકે, હાલ માત્ર મંડપની વિધિ કરી હોય સગીરાના પિતા વિરુદ્ધ કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.  આ સમગ્ર કાર્યવાહીમાં કીરણ રામાણી અને બાળ સુરક્ષા અધિકારી આર.સી મહીડાએ એક સગીરાના બાળ લગ્ન અટકાવ્યા હતા.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Child Marriage caught in visavadar, Visavadar, Visavadra Child Marriage, ગુજરાતી ન્યૂઝ, જૂનાગઢ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन