Home /News /kutchh-saurastra /

આયુર્વેદ દિવસ: જૂનાગઢમાં ભગવાન ધન્વંતરિનું પૂજન અને પોષણ કેમ્પનું આયોજન થયું

આયુર્વેદ દિવસ: જૂનાગઢમાં ભગવાન ધન્વંતરિનું પૂજન અને પોષણ કેમ્પનું આયોજન થયું

Celebration

Celebration of National Ayurveda Day

રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢમાં ભગવાન ધન્વંતરિનું પૂજન તેમજ પોષણ કેમ્પનું આયોજન થયું, જુઓ Video...

  વર્તમાન સમયમાં લોકો નિરોગી અને તંદુરસ્ત રહે તે માટે આયુર્વેદ મહત્વનો ફાળો આપી રહ્યું છે, ત્યારે આયુર્વેદને પ્રોત્સાહન મળે તે માટે ભારત સરકાર દ્વારા ધનતેરસના દિવસને રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી, જેને લઈને જૂનાગઢમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢમાં સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય ખાતે ભગવાન ધન્વંતરિનું પૂજન તેમજ પોષણ કેમ્પનું આયોજન થયું.

  આ તકે આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત જૂનાગઢ અને સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય તથા હોસ્પિટલ-જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે 'છઠ્ઠા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ' ની ઉજવણી કરવામાં આવી. જે ઉજવણીના સંદર્ભે આયુર્વેદ પ્રવર્તક ભગવાન શ્રી ધન્વંતરિનું પૂજન-અર્ચન, ધન્વંતરિ યજ્ઞ, પોષણ કેમ્પ તથા પ્રદર્શનીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકાર દ્વારા સ્વસ્થ ભારતનું લક્ષ્ય હાંસલ કરવા માટે આયુર્વેદના આહાર-પોષણ સંબંધિત સિદ્ધાંતો દ્વારા દેશના પોષણની સ્થિતિ સુદૃઢ બનાવવાના હેતુસર છઠ્ઠા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણીમાં “Ayurveda for Poshan" થીમ સહ ઉજવણી કરવામાં આવી.

  આ કાર્યક્રમમાં જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ, કમિશનર રાજેશભાઈ તન્ના, જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારીયા, ગુજરાત હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશનના ચેરમેન ડો.ડી.પી.ચીખલીયા, વાળા સાહેબ સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહ્યાં હતાં. આ ઉપરાંત આયુર્વેદ મહાવિદ્યાલયના પ્રાધ્યાપકો, વિદ્યાર્થીઓ અને તબીબોએ મળીને આ કાર્યક્રમને સફળતા અપાવી હતી.
  First published:

  Tags: Local News, જૂનાગઢ

  આગામી સમાચાર