Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: હવનાષ્ટમીની ધામધૂમથી ઉજવણી, શક્તિમંદિરોમાં થયાં ચંડીયાગના અદ્દભુત દર્શન

જૂનાગઢ: હવનાષ્ટમીની ધામધૂમથી ઉજવણી, શક્તિમંદિરોમાં થયાં ચંડીયાગના અદ્દભુત દર્શન

જુનાગઢ

જુનાગઢ અંબાજી મંદિર હવન

નવરાત્રીના આઠમા નોરતે અનેક જગ્યાએ માતાજીના યજ્ઞ-યાગાદીનું આયોજન થાય છે, ત્યારે જૂનાગઢમાં પણ હવનાષ્ટમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે

  જુનાગઢ : માઁ આદ્યશક્તિ માતાજીના નવલા નોરતાં હવે અંતિમ ચરણ તરફ જઈ રહ્યાં છે, ત્યારે આજે આસો સુદ આઠમના દિવસે અનેક દેવસ્થાનો, શક્તિપીઠો, ગરબીઓમાં માતાજીનું હવનનું આયોજન થતું હોય છે. હવનાષ્ટમીના ભાગરૂપે જૂનાગઢમાં પણ વિવિધ જગ્યાએ માતાજીના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અલભ્ય દર્શનનો લ્હાવો લઈને અનેક ભાવિક ભક્તોએ ધન્યતાની અનુભૂતિ કરી હતી.

  ગિરનાર અંબાજી મંદિર ખાતે હવનાષ્ટમીનો હવન યોજાયો:

  અંબાજી મંદિરના મહંત તનસુખગીરીબાપુ તેમજ ગણપતગીરીબાપુ દ્વારા નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર ખાતે અનુષ્ઠાન યોજાયા હતા. આજરોજ હવનાષ્ટમીને લઈને અંબાજી મંદિર ખાતે હવન યોજાયો હતો. જેમાં મંદિરના મહંત સહિત અનેક માઈ ભક્તોએ હવનમાં આહુતિ આપી માતાજીની આરાધના કરી હતી. આ ઉપરાંત હજારો માઇ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

  ગુરુ ગોરક્ષનાથ આશ્રમમાં માતાજીના હવનનું આયોજન થયું:

  ભવનાથ તળેટીમાં આવેલાં ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ખાતે નવરાત્રીની અષ્ટમીના પાવન દિવસે શક્તિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. પ.પૂ.શેરનાથજી બાપુના હસ્તે આ યજ્ઞમાં આહુતિ આપવામાં આવી. ગુરુ ગોરક્ષનાથ આશ્રમ ખાતે યોજાયેલા હવનના દર્શનનો અનેક ભક્તો લાભ લઈને ભોજન પ્રસાદ પણ ગ્રહણ કર્યો હતો.

  વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતે હવનાષ્ટમીની ઉજવણી:

  અતિપ્રાચીન વાઘેશ્વરી મંદિર ખાતે સમગ્ર નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે, નવરાત્રી દરમિયાન અનેક માઇભક્તોએ વાઘેશ્વરી માતાજીના દર્શનનો લાભ લીધો છે, ત્યારે આજે નવરાત્રીની આઠમ અને હવનાષ્ટમીના દિવસે વાઘેશ્વરી માતાજીના મંદિર પરિસરમાં ચંડીયાગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના દર્શન કરીને અનેક ભાવિકો ધન્ય બન્યાં હતાં.
  Published by:kiran mehta
  First published:

  Tags: Festival, Junagadh news, Navratri, ઉજવણી`

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन