Home /News /kutchh-saurastra /

વિજય સ્તંભનું પૂજન કરી જૂનાગઢ મુક્તિદિનની ઉજવણી, આ મુખ્યમાર્ગનું નામકરણ થયું...

વિજય સ્તંભનું પૂજન કરી જૂનાગઢ મુક્તિદિનની ઉજવણી, આ મુખ્યમાર્ગનું નામકરણ થયું...

Celebrating

Celebrating Junagadh Muktidin

જૂનાગઢમાં જૂનાગઢ મુક્તિદિનની ઉજવણી પ્રસંગે વિજય સ્તંભનું પૂજન કરવામાં આવ્યું, તેમજ મુખ્યમાર્ગનું નામકરણ થયું, જુઓ Video…

    જૂનાગઢ:  આજરોજ તા.9મી નવેમ્બર ના રોજ જૂનાગઢની બહાઉદ્દીન કોલેજ ખાતે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ મુક્તિ દિનની ઉજવણી કરવામાં આવી. જે અંતર્ગત જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ ખાતે સ્થિત વિજય સ્તંભની પૂજન વિધિ કરવામાં આવી હતી. આ તકે જૂનાગઢ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓએ હાજર રહી, જૂનાગઢ મુક્તિદિનની ઉજવણી કરી હતી.

    આ તકે ઉપસ્થિત રહેલાં જૂનાગઢના પૂર્વ ડે.મેયર ગીરીશભાઈ કોટેચાએ જણાવ્યું કે, જ્યારે 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો, ત્યારે જૂનાગઢ અને હૈદરાબાદ નવાબી તાબા હેઠળ હતું. જે પછી આરઝી હુકુમતના સેનાનીઓની ખુમારીથી જૂનાગઢને આઝાદી મળી. સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના અનેક મહાપુરુષોએ જૂનાગઢની આઝાદી માટે મહત્વનું યોગદાન આપ્યું. ખરેખર તો, જૂનાગઢવાસીઓએ 9મી નવેમ્બરના દિવસને પણ દિવાળી તરીકે ઉજવવો જોઈએ. જેથી કરીને આવનારી પેઢીને પણ આપણી આઝાદી અને તેમાં કામ લાગેલાં સેનાનીઓ વિશેની ઓળખ તાજી રહે.

    જૂનાગઢ મુક્તિદિન નિમિત્તે મનોરંજન ગેસ્ટ હાઉસ થી આગાખાન હોસ્ટેલ સુધીના માર્ગનું નામકરણ “સ્વ.દુર્લભજીભાઇ નાગ્રેચા” ના નામથી કરવામાં આવ્યું.:

    આજરોજ તા.9મી નવેમ્બરે જૂનાગઢ મુક્તિદિન નિમિત્તે જૂનાગઢ શહેરમાં આવેલા મનોરંજન ગેસ્ટ હાઉસ થી આગાખાન હોસ્ટેલ સુધીના માર્ગનું નામકરણ કરવામાં આવ્યું. જે માર્ગનું નામ “સ્વ.દુર્લભજીભાઇ નાગ્રેચા માર્ગ” એવું રાખવામાં આવ્યું છે. જેની ઉજવણી આગાખાન હોસ્ટેલની નજીકમાં કરવામાં આવી હતી. આ ઉજવણીમાં જૂનાગઢ મેયર, કમિશનર સહિતના કોર્પોરેશન અધિકારીઓ તથા પદાધિકારીઓ તેમજ સ્વ.દુર્લભજી નાગ્રેચાના પુત્ર જગડુશા નાગ્રેચા પણ હાજર રહ્યાં હતાં.

    આ પણ વાંચો: દવા સમયસર લેવાનું ન ભુલાય તે માટે અમદાવાદી યુવાનોએ વિક્સાવ્યું કમાલનું ડિવાઇસ

    આ તકે જૂનાગઢ મેયર ધીરૂભાઇ ગોહેલએ જણાવ્યું હતું કે, જૂનાગઢની આઝાદી માટે થયેલી આરઝી હકુમતના સ્વાતંત્ર્ય સેનાની સ્વ.દુર્લભજી નાગ્રેચા બીલખા ગામે રહેતા હતા. આરઝી હકુમતના આગેવાન શામળદાસ ગાંધીના આદેશથી તેઓએ અમરાપુર સર કર્યું. જે પછી આરઝી હકુમતના સૈન્યએ અનેક ગામો સર કર્યા અને જૂનાગઢને આઝાદી અપાવવામાં આવો સિંહફાળો આપનાર સ્વાતંત્ર્ય સેનાનીને ન્યાય આપવા આજે સ્વ.દુર્લભજી નાગ્રેચાના નામે જૂનાગઢના મુખ્ય માર્ગનું નામકરણ કરવામાં આવ્યું છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Junagadh news, જૂનાગઢ

    આગામી સમાચાર