ડોક્ટરને ભગવાનનું સ્વરૂપ માનવામાં આવે છે. ડોક્ટરને હંમેશા આપણે લોકોના જીવ બચાવતા જોઈએ છીએ. પરંતુ આજે જૂનાગઢથી એક એવા સમાચાર સામે આવ્યા છે, જેમાં એક પ્રતિષ્ઠીત કેન્સરના ડોક્ટરે આપઘાત કરી લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જૂનાગઢમાં કેન્સરના જાણીતા ડોક્ટરે આપઘાત કરી લેતા પુરા શહેરમાં સનસનાટી વ્યાપી ગઈ. ડોક્ટરે પોતાની જાતે જ હાથમાં ઈન્જેક્શન લગાવી જીવન ટુંકાવી દીધુ છે.
આ ડોક્ટરનું નામ કેતનરાય ત્રિવેદી જાણવા મળે છે, જેઓ જુનાગઢ શહેરના રાયજીબાગ વિસ્તારમાં રહેતા હતા. તેઓ વ્યવસાયે ડોક્ટર હતા જેથી જાણતા હતા કે, કઈ પ્રકારની દવા શરીરમાં જાય તો માણસનું મોત થાય, જે પ્રયોગ તેમણે પોતાના શરીર પર અજમાવી મોત વહાલું કર્યું.
આ ઘટનાની જાણ થતા લોકોએ તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તો તેમનું મોત થઈ ચુક્યું હતું. પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળતી પ્રાથમીક માહિતી અનુસાર, ડોક્ટરે માનસીક બિમારીના કારણે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરે હાથમાં સેલ્ફોસનું ઈન્જેક્શન લગાવી જીવન ટુંકાવ્યું છે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર