જૂનાગઢઃ પિતાની લાઈસન્સ રિવોલ્વર સાથે ચાલુ બુલેટે રોલો પાડવો યુવકને ભારે પડ્યો, થઈ ધરપકડ, જુઓ viral video
જૂનાગઢઃ પિતાની લાઈસન્સ રિવોલ્વર સાથે ચાલુ બુલેટે રોલો પાડવો યુવકને ભારે પડ્યો, થઈ ધરપકડ, જુઓ viral video
વાયરલ વીડિયો અને પકડાયેલા આરોપીની તસવીર
Junagadh Crime News: તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર જૂનાગઢનો એક વીડિયો વાયરલ (Junagadh viral video) થયો હતો. જોકે, વીડિયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક પગલાં લઈને વીડિયો બનાવનાર યુવકની અટકાય કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
અતુલ વ્યાસ, જૂનાગઢઃ સોશિયલ મીડિયા (social media) ઉપર વાયરલ વીડિયોની (Viral Video) ભરમાર પડી છે. ત્યારે લોકો પોતાનો રોલો પાડવા માટે અલગ અલગ સ્ટંટના વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર અપલોડ કરતા હોય છે. ત્યાર તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર જૂનાગઢનો એક વીડિયો વાયરલ (Junagadh viral video) થયો હતો. જોકે, વીડિયો વાયરલ થતાં પોલીસે તાત્કાલિક પગલાં લઈને વીડિયો બનાવનાર યુવકની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.
મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં જૂનાગઢમાંથી એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો હતો. જેમાં એક યુવક બુલેટ ચલાવી રહ્યો છે. અને એક હાથમાં બંદૂક પણ પકડેલી છે. અને બુલેટ ઉપર બંદૂક સાથેને વીડિયો તાજેરમાં ખુબ જ વાયરલ થઈ રહ્યો હતો.
જોકે, આ વીડિયો જ્યારે પોલીસના ધ્યાનમાં આવ્યો ત્યારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે વીડિયમાં રહેલા યુવકને પકડી લીધો હતો. યુવકનું નામ હર્ષ દાફડા છે. હર્ષે પિતાની લાઈસન્સ વાળી રિવોલ્વર સાથે જાહેરમાં બુલેટ ઉપર સવારી કરી હતી. આમ હથિયાર સાથે વીડિયો બનાવાર યુવક સામે કાર્યવાહી કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે હર્ષ દાફડાની અટકાય કરવાની સાથે રિવોલ્વર અને બુલેટ પણ કબ્જે કર્યું હતું. પોલીસે યુવક સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનયી છેકે બાઈક ઉપરના સ્ટંટના વીડિયો છાસવારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતાં રહે છે.
ઉલ્લેખનીય છેકે તાજેતરમાં બાઈક ઉપર ઠેકડા મારતા કાકાનો વીડિયો પણ વાયરલ થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી બાઇક પર જોખમી સ્ટંટ કરતા આ વાયરલ કાકાનું નામ મુળજીભાઇ પાવરા છે. તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સલી ગામના વતની છે. તેઓ 60 વર્ષની ઉંમરે પહેલી વખત બાઇક પર સ્ટંટ કર્યા હતા. મુળજીભાઇ પાવરા હાલમાં 63 વર્ષની ઉંમર ધરાવે છે. એમણે 3 વર્ષ પહેલા જ બાઇક પર સ્ટંટ કર્યો હતો. આ કાકા હાથનો ઇશારો કરે એ પ્રમાણે બાઇક વળી જાય છે.
વીડિયો જોવા માટે અહીં ક્લિ કરો
અમુક યુવાનો સોશ્યલ મિડીયામાં છવાઈ જવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે તેને પુરવાર કરતો આ જૂનાગઢનો વીડિયો છે.જૂનાગઢમાં એક યુવાને યુવાનીનો જોશ બતાવતા પીસ્તોલ સાથે બાઈક ચલાવતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. pic.twitter.com/vHuJGreCun
સલી ગામના 63 વર્ષના મુળજીભાઇ પાવરા ચાલુ બાઇકે હાથ ઊંચા કરી બાઇક પર જ કુદકા મારે છે. ચાલુ બાઇકની સીટ પર સુઇ જાય છે. આમ છતાં જો રસ્તામાં સામે વાહન આવે, બમ્પ આવે કે વળાંક આવે તો પણ બાઇકને હંકારી શકે છે. તેઓ જે બાજુ હાથનો ઇશારો કરે એ બાજુ બાઇક વળે છે. સદનસીબે મુળજીભાઇને અત્યાર સુધીમાં કોઇ અકસ્માત નડ્યો નથી.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર