'મારી નહીં તો કોઇની નહીં થવા દઉં': યુવતી સાથે દુષ્કર્મ આચરી પાડ્યા ફોટા

News18 Gujarati
Updated: April 22, 2019, 10:18 PM IST
'મારી નહીં તો કોઇની નહીં થવા દઉં': યુવતી સાથે દુષ્કર્મ આચરી પાડ્યા ફોટા
પ્રતિકાત્મક તસવીર

કેશોદમાં રહેતી એક યુવતીએ કેશોદમાં જ રહેતા પ્રતિક ઉર્ફે લાલો પુંજા ચાવડા નામના યુવક સામે દુષ્કર્મ અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ સામાન્ય રીતે પ્રેમમાં પાગલ લોકો કંઇપણ હદ સુધી પહોંચી જાય છે. અને કંઇપણ કરી છૂટે છે. કેશોદમાં રહેતા એક યુવકે એક યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપીને માસીના ઘરે લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં બિભત્સ ફોટા પાડીને વાયરલ કરવાની ધકમી આપી હતી. અંતે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી પ્રમાણે કેશોદમાં રહેતી એક યુવતીએ કેશોદમાં જ રહેતા પ્રતિક ઉર્ફે લાલો પુંજા ચાવડા નામના યુવક સામે દુષ્કર્મ અને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, આરોપી પ્રતિકે યુવતીને લગ્નની લાલચ આપીને તેના માસીના ઘરે લઇ જઇ ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. બાદમા તેણીના બિભત્સ ફોટા પાડીને વાયરલ કરવાની ધકમી આપી હતી. તું મારી નહીં થાય તો બીજા કોઇની નહીં થવા દેવાની ધમકી આપતા યુવતીએ પોલીસનું શરણું લીધું હતું.
Published by: ankit patel
First published: April 22, 2019, 8:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading