જુનાગઢ કોર્પોરેશન માં ભાજપનો વધુ એક વિખવાદ સપાટી પર આવ્યો છે. કોર્પોરેશનના ડેપ્યુટી મેયર અને ભાજપના કોર્પોરેટર વચ્ચે સંકલનની બેઠકમાં મારામારી થતા હાજર રહેલ ભાજપના કોર્પોરેટરોએ બન્નેને છુટા પાડ્યા હતા.
જુનાગઢ કોર્પોરેશન હંમેશા વિવાદમાં રહ્યું છે ત્યારે શાશક ભાજપના ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા અને ભાજપના જ કોર્પોરેટર નિર્ભય પુરોહિત સંકલનની મીટીંગમાં સામસામે આવી ગયા હતા અને બન્ને વચે બોલા ચાલી બાદ મરમરી થતા નિર્ભય પુરીહિતને નાકમાં વાગી જતા લોહી નીકળ્યું હતું પણ પક્ષની શિસ્તના નામે નિર્ભય પુરોહીતે જણાવ્યું હતું કે મને નાકોરી ફૂટી છે, વાગ્યું નથી પણ એક બીજા સાથે મારમારી થઇ હોવાનું સામે આવ્યું હતું. સંકલનની મીટીંગમાં શહેરના વિકાસની વાત કરવાને બદલે ભાજપના જ બે હોદેદારો સામસામે આવી જતા ફરી ભાજપનો આંતરીક વિખવાદ સપાટી પર આવ્યો છે.
૧. કોર્પોરેશન માં ભાજપ ના બે કોર્પોરેટરો વચ્ચે મારામારી ૨. ડેપ્યુટી મેયર ગીરીશ કોટેચા અને નિર્ભય પુરોહિત વ ચ્ચે થઇ મારામારી ૩. વોર્ડ ન. ૧૧ ના રોડ ના પ્રશ્ને આવી ગયા સામસામે ૪. સંકલન ની બેઠક માં થયું વરવું પ્રદર્શન ૫. નિર્ભય પુરોહિત ને નાક માં વાગી જતા લોહી નીકળ્યું ૬. પક્ષ ની શિસ્ત ની વાતો થઇ પોકળ ૭. ભાજપ નો વિખવાદ સપાટી પર
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર