આક્ષેપ! જુનાગઢ જીલ્લા-તાલુકામાં જળ સંચયની કામગીરી થઈ માત્ર કાગળ પર

News18 Gujarati
Updated: June 14, 2018, 2:02 PM IST
આક્ષેપ! જુનાગઢ જીલ્લા-તાલુકામાં જળ સંચયની કામગીરી થઈ માત્ર કાગળ પર

  • Share this:
રાજ્ય સરકાર દ્વારા જળ સંચય માટે તળાવો, નદીઓ અને ડેમોને ઊંડા ઉતારવાની કામગીરી શરુ કરવામાં આવી હતી, ત્યારે જુનાગઢ તાલુકા, શહેર અને જીલ્લામાં આ કામ કામગીરી માત્ર કાગળ ઉપર જ થઇ હોય તેવા આક્ષેપો થઇ રહ્યા છે.

જુનાગઢ કોર્પોરેશન હદમાં આવતા ત્રણ તળાવો. બે ચેક ડેમ અને વોકળા સફાઈ ૧ મેં થી ૩૧ મેં સુધી કરવામાં આવી હતી. જેમાં જે.સીબી. ૧૦૦ જેટલા ટ્રેકટર, મોટા હિટાંચી મશીનો અલગ અલગ જગ્યા પર મુકવામાં આવ્યા હતા. જેને લઈ ૫૬ હજાર ઘન ફૂટ માટી નીકળી છે અને પાંચ કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે આ માટી ખેડૂતો લઇ ગયા હોવાથી તેમને પણ ફાયદો થશે અને જમીન પણ ફળદ્રુપ બનશે તેવો આશાવાદ અધિકારીઓ કરી રહ્યા છે.

જુનાગઢ કોર્પોરેશન વોટર વર્કસ ઈજનેર અલ્પેશ ચાવડાએ જણાવ્યું કે, ત્રણ તળાવો, બે ચેક ડેમો અને વોકળા સફાઈ કરવામાં આવી છે, ૧૨ જેટલી સંસ્થાઓનો સહયોગ મળ્યો છે. ૪૦ લાખ જેટલી રકમ કોર્પોરેશન આપશે તે માટેની જરૂરી દરખાસ્ત કરી દેવામાં આવી છે, પાંચ કરોડ લીટર પાણીનો સંગ્રહ થશે અને માટી ખેડૂતો લઇ ગયા છે તેથી જમીનમાં પણ ઉપયોગી નીવડશે.

તો જાંજરડા રોડ તેમજ લોલેશ્વર તળાવમાં માત્ર લોલમલોલ કામગીરી કરવામાં આવી છે, તેવા આક્ષેપો સ્થાનિકો કરી રહ્યા છે. તળાવ ઊંડું કરવાને બદલે માત્ર પહોળું કરવામાં આવ્યું છે જેને લઇ પાણી નો સંગ્રહ શક્ય નથી. માત્ર ખાનગી વાહનો દ્વારા માત્ર બિલ્ડરોને લાભ મળ્યો છે ખેડૂતોને કોઈ લાભ મળ્યો નથી.

જુનાગઢ જાંજરડા સ્થાનિક ભાવેશ ધોરાજિયાએ જણાવ્યું કે, માત્ર તળાવ પહોળું કરવામાં આવ્યું છે ઊંડું નહિ અને ખાનગી જે.સી.બીથી બિલ્ડરો માટી અને મોટા પત્થરો લઇ ગયા છે, ખેડૂતોને કોઈ ફાયદો થયો નથી.

તો ભાજપ છેલા ૨૦ વર્ષથી માત્ર ભ્રસ્ટાચારની યોજના લાવી પોતાના કાર્યકરોને લાભ અપાવે છે, કોઈ તળાવ વ્યવસ્થિત ઊંડું ઉતારવામાં આવ્યું નથી. તમામ યોજના દેખાવો કરવા માટે કરવામાં આવે છે અને વહીવટી તંત્રના અધીકારીઓની દેખરેખ નીચે આવી કામગીરી થાય છે તેવા આક્ષેપો વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા.જુનાગઢ કોર્પોરેશન વિરોધ પક્ષ નેતા સતીશ વીરડાએ જણાવ્યું કે, બોરી બંધ હોય કે ખેત તલાવડી તમામ કામોમાં માત્ર ભ્રષ્ટાચાર થયો છે, કોઈ તળાવમાં પાણી સંગ્રહ થઇ શકે તેમ નથી. જિલામાં પણ માત્ર ફોટા પડાવવા મશીનો ગોઠવી દેવામાં આવ્ય હતા અને કલેકટરની દેખરેખ નીચે કામગીરી કરવામાં અવી હતી.

આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે રાજ્ય સરકાર સુજલામ સફ્લમ કામગીરી સફળ રહી છે, તેવા દાવાઓ કરી રહી છે, ત્યારે વરસાદ બાદ કરવામાં આવેલ કામોમાં કેટલો પાણી સંગ્રહ થશે તે જોવાનું રહ્યું.
First published: June 14, 2018, 2:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading