ભાજપના પૂર્વ પ્રધાન જસા બારડ સામે પક્ષના જ આગેવાને નોંધાવી ફરિયાદ

ચેરમેનના પુત્ર દિલીપ બારડ સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડના ચેરમેન હોય પોતાના પુત્રને લાભ અપવવા આ લોન આપી હોવાનો ગંભીર આક્ષેપ...

News18 Gujarati
Updated: January 13, 2018, 9:42 AM IST
ભાજપના પૂર્વ પ્રધાન જસા બારડ સામે પક્ષના જ આગેવાને નોંધાવી ફરિયાદ
ચેરમેનના પુત્ર દિલીપ બારડ સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડના ચેરમેન હોય પોતાના પુત્રને લાભ અપવવા આ લોન આપી હોવાનો ગંભીર આક્ષેપ...
News18 Gujarati
Updated: January 13, 2018, 9:42 AM IST
જુનાગઢની જી.ડી.સી.સી. બેંક ન અ ચેરમેંન સામે બેંક ના જ એમડીએ નાણાનો ગેર ઉપયોગ કર્યાની ફરિયાદ અરજી આપતા ચકચાર મચી ગઈ છે. બેંકના ચેરમેન અને ભાજપના પૂર્વ ઉડ્યન પ્રધાન જસા ભાણા બારડ સામે ભાજપના જ આગેવાન અને બેંકના એમ,ડી ડોલર કોટેચાએ ફરિયાદ અરજી કરી છે. ભાજપના બે આગેવાનો વચ્ચે નાણાના ગેર ઉપયોગને લઇ યુદ્ધ શરુ.

જુનાગઢ જી.ડી.સી.સી .બેંક ચેરેમેન જસા બારડે સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડ બનાવવા માટે અંદાજીત ૧૨ કરોડની લોન બેંકમાંથી આપી છે તે નિયમ વિરૃધ છે અને આવી કોઈ પણ પ્રકારની લોન માર્કેટિંગ યાર્ડ બનાવવા માટે આપી શકાય નહિ સાથે હાલ ચેરમેનના પુત્ર દિલીપ બારડ સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડના ચેરમેન હોય પોતાના પુત્રને લાભ અપવવા આ લોન આપી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

ડોલર કોટેચા બીજા સણસણતા આક્ષેપો કરીને જણાવ્યું હતું કે હું ભાજપ પાર્ટીનો સૈનિક છુ અને મેં ભ્રસ્ટાચારને ખુલો પાડ્યો છે. ભાજપના કોઈ નેતા ભ્રષ્ટાચાર કરે અને તેને પાર્ટીએ છુટ થોડી આપી છે મેં નિયમ સર કાર્યવાહી કરી છે અને આ ખેડૂતોની બેંક છે. આમાં માત્ર ખેડૂતોને ધિરાણ આપવાનું હોય નહિ કે માર્કેટિંગ યાર્ડ બનાવવા. હું બેંક પર જતો નથી તેનું કારણ પણ એક જ છે કે મારે પાપના ભાગીદાર થવું નથી અને મને પાર્ટી આદેશ કરશે તો હું ચેરમેનની ચુંટણી લડીશ.

તો આ તરફ બેંક ડીરેકટરોએ પણ ચેરમેન સામે આંગળી ચીંધી છે અને પોતાના મળતિયાઓને ખેડૂતના પૈસા આપી દીધાનો આક્ષેપ કર્યો હતો અને અમને જાણ પણ નથી કે ચેરમેન દ્વરા આવી પ્રવૃત્તિ કરવામાં આવી છે અને સુત્રાપાડા માર્કેટિંગ યાર્ડની કોઈ નાણાકીય સધરતા નથી કે બેન્કે આપેલી લોન ભરપાઈ કરી શકે.

તો જેના પર નાણાનો દુરપયોગ થયાના આક્ષેપ થયા છે તેવા બેંકના ચેરમેન અને પૂર્વ પ્રધાન જસા બારડે નિયમાનુસાર લોન આપીં છે તેમ જણાવ્યું હતું અને આક્ષેપો પાયા વિહીન ગણાવ્યા હતા એક પણ પ્રકારની કોઈ ગેરરીતી થઇ નથી ૭ કરોડ ૫૫ લાખ ની લોન આપી છે પણ નિયમાનુસાર આપી છે.

સાથે જસાભાઈ બારડે બેંકના એમડી. ક્યરેય બેંકમાં આવતા નથી સાથે ૧૮ જાન્યુઆરી એ બેંકના ચેરમેન, વાઈસ ચેરમેન ની ચુંટણી હોય મને બદનામ કરવા આ ષડ્યંત્ર રચાયું હોય તેવો આક્ષેપ તેમણે એમ ડી, સામે કર્યો હતો સાથે હાલ મેં પાર્ટી ને જાણ કરી દીધી છે પણ મેં બેંકનું કઈ ખોટું કર્યું નથી તેવો બચાવ કર્યો હતો.

હાલ તો ભાજપના બે આગેવાનો વચ્ચે નાણા ના ગેર ઉપયોગ ને લઇ યુદ્ધ શરુ થતા અનેક પ્રશ્નો ઉભા થયા છે પૂર્વ પ્રધાન સામે નાણાકીય ગેર રીતીના આક્ષેપો ભાજપના કદાવર નેતા અને બેંક ના એમડી.એ કરતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

જુનાગઢ - અતુલ વ્યાસ
First published: January 13, 2018
વધુ વાંચો
अगली ख़बर