જનતા નરેન્દ્રભાઇ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા તૈયાર બેઠી છે : અમિત શાહ

News18 Gujarati
Updated: April 15, 2019, 3:09 PM IST
જનતા નરેન્દ્રભાઇ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા તૈયાર બેઠી છે : અમિત શાહ
કોડીનારમાં અમિત શાહનું ભવ્ય સ્વાગત થયું હતું.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ગુજરાતમાં આગામી 23મી એપ્રિલના રોજ મતદાન યોજાનાર છે ત્યારે અમિત શાહ આજે કોડીનારમાં સભા સંબોધી રહ્યાં છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ગુજરાતમાં વિવિધ જગ્યાએ ચૂંટણી સભાઓ સંબોધશે. સીએમ વિજય રૂપાણી પોરબંદરના ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરશે. આ સભા સંબોધતા તેમણે જવાહરલાલ નેહરૂ પર નિશાન સાઘતા કહ્યું કે કાશ્મીરનો પ્રશ્ન જો સરદાર પટેલ પાસે હોત તો કોઇ પ્રશ્ન જ ન હોત

સરદાર પટેલ ન હોત તો સોમનાથ પાકિસ્તાનમાં હોત

કોડીનારમાં અમિત શાહે પોતાના સંબોધનની શરૂઆતમાં જ તેમણે સોમનાથ જ્યોર્તિલીંગને પ્રણામ કર્યાં અને કહ્યું, ભગવાન સોમનાથની ભૂમિ પર આવ્યો છું. હું સોમનાથનાં ચરણોમાં પ્રણામ કરીને વાત આગળ કરૂં છું. તેમણે તે પણ કહ્યું કે જો સરદાર પટેલ ન હોત તો સોમનાથ પાકિસ્તાનનો હિસ્સો હોત. કાશ્મીર જવાહરલાલ નેહરૂએ સંભાળ્યું આજે ત્યાં અનેક પ્રશ્નો છે.

આખા દેશની જનતા મોદીને ફરીથી PM બનાવશે

અમિત શાહે વધુમાં કહ્યું કે હું આખા દેશમાં હાલ ફરી રહ્યો છું ત્યારે મને એક જ અવાજ સંભળાય છે, મોદી, મોદી, મોદી. દેશની જનતા આપણા નરેન્દ્રભાઇ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા તૈયાર બેઠી છે. 26એ 26 સીટો નરેન્દ્ર મોદીની ઝોળીમાં ફરીથી નાંખવાની છે અને તેની શરૂવાત જુનાગઠથી થાય.

વિશ્વનાં લોકો સરદાર પટેલને શ્રદ્ધાંજલી આપવા માટે કેવડિયા આવે છેવિશ્વભરનાં લોકો સરદાર પટેલને શ્રઘ્ધાંજલિ આપવા માટે કેવડિયા આવે છે. ત્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું કામ નરેન્દ્રભાઇ મોદીએ કર્યું. આપણા ગુજરાતમાં જ દેશની સૌથી પહેલી બુલેટ ટ્રેન આવવાની છે. આ ઉપરાંત રેલ યુનિવર્સિટી પણ ભારતમાં પહેલી ગુજરાતમાં જ બનવાની છે.

સૌરાષ્ટ્રવાસીઓ માટે એમ્સ વરદાનરૂપ બનશે

અમિત શાહે સંબોધનમાં કહ્યું કે,' નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટમાં એમ્સ ખોલીને આખા સૌરાષ્ટ્રનાં દર્દીઓને દોડીને અમદાવાદ સિવિલમાં ન જવું પડે તે માટે વ્યવસ્થા કરી છે. સૌરાષ્ટ્રનાં ગરીબો માટે આ વરદાન રૂપ બની રહેશે.'

કોંગ્રેસને હાર દેખાઇ રહી છે

તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, 'કોંગ્રેસને હાર દેખાઇ રહી છે. કોંગ્રેસ અત્યારે 3 રાજ્યમાં જીત્યા ત્યાં પણ ઇવીએમ હતા તો ત્યારે ફરિયાદ ન કરી. જ્યાં જીતી જાય છે ત્યાં ઇવીએમ સારા છે અને હારી જાય છે ત્યાં ઇવીએમ નથી સારા. રાહુલ બાબા તમારા બોલવાથી કઇ નથી થતું દેશની જનતા બધુ જુએ છે.'

રાહુલ ગાંધી પણ આજે સૌરાષ્ટ્રમાં

અમિત શાહ કોડીનારમાં તો રાહુલ ગાંધી મહુવા ખાતે સભાને સંબોધન કરશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ગુજરાતમાં વિવિધ જગ્યાએ ચૂંટણી સભાઓ સંબોધશે. સીએમ વિજય રૂપાણી પોરબંદરના ભાજપના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર કરશે. તો રાહુલ ગાંધી પણ આજે ગુજરાતની મુલાકાતે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અમરેલી, ભાવનગર અને જૂનાગઢ લોકસભા બેઠક માટે ચૂંટણી પ્રચાર કરશે. પરેશ ધાનાણી, મનહર પટેલ, પુંજાભાઈ વંશના સમર્થન માટે રાહુલ ગાંધી મહુવા નજીક આવેલા આસરાણા ચોકડી ખાતે સભા સંભોધન કરશે.
First published: April 15, 2019, 1:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading