Home /News /kutchh-saurastra /

જૂનાગઢ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયોઃ રાજેશ ચુડાસમાની જીત

જૂનાગઢ બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાયોઃ રાજેશ ચુડાસમાની જીત

જૂનાગઢ બેઠકનું ગ્રાફિક્સ

ભાજપે પોતાના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતારેલા રાજેશ ચુડાસમાનો વિજય થયો છે.

    ન્યૂઝ18ગુજરાતીઃ ગુજરાતમાં જૂનાગઢ લોકસભા બેઠક ઉપર પણ ભાજપે ભગવો લહેરાવ્યો છે. ભાજપે પોતાના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં ઉતારેલા રાજેશ ચુડાસમાનો વિજય થયો છે. રાજેશ ચુડાસમા સામે કોંગ્રેસે પોતાના યોદ્ધા તરીકે પૂંજાભાઇ વંશને ઉતાર્યા હતા જોકે, તેઓ રાજેશભાઇની સામે હારી ગયા છે.

    ઉલ્લેખનીય છે કે, રાજકીય કાવાદાવા વચ્ચે ઘેરાયેલી રહેલી જૂનાગઢની સોરઠ ભૂમિને તેની ક્ષમતાનાં પ્રમાણમાં વિશ્વ ફલક ઉપર જોઈએ એવું સ્થાન અપાવવામાં સ્થાનિકથી માંડીને દિલ્હી સુધીની નેતાગીરી નિષ્ફળ રહી છે. જૂનાગઢ માત્ર એક પ્રવાસન સ્થળ તરીકે જ રહ્યું છે; તો સોમનાથ ફકત યાત્રાધામ પૂરતું મર્યાદિત રહી ગયું છે. જૂનાગઢ અને સોમનાથ જિલ્લાનાં ભાગલા પડયા બાદ વહીવટી સુવિધાઓ પણ વધવાનાં બદલે ઘટી ગયાનું લોકો અનુભવી રહયા છે.

    જૂનાગઢની લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ‘કાંટે કી ટક્કર’ જેવી સ્થિતિ રહી હતી. જૂનાગઢ લોકસભા બેઠક હેઠળ જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉના એમ સાત વિધાનસભા બેઠકો સમાવિષ્ટ છે અને આ તમામ બેઠકો ઉપર 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ વિજેતા રહ્યું છે. આ અગાઉ અહીં લેઉવા પટેલ સમાજનું પ્રભુત્વ હતું, પરંતુ નવા સિમાંકન બાદ કોળી સમાજ સૌથી અગ્રેસર છે.

    જૂનાગઢ લોકસભા બેઠક વર્ષ ૧૯૯૧થી ભાજપનો ગઢ બની થઈ છે. જો કે ર૦૦૪માં કોંગ્રેસ જીતવામાં સફળ રહ્યું હતું. વળી, આ વખતે પણ ભાજપ સામે કોળી, કારડીયા અને આહીર સમાજમાં રોષ ફેલાયો હતો.

    ભુતકાળમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ સંસદમાં ૭૩ ટકા હાજરી આપી છે અને ૭ ચર્ચામાં ભાગ લીધો છે. તથા ૫૪૯ સવાલ ઉઠાવ્યા છે. પ્રાઇવેટ બીલ રજૂ કર્યું નથી. જૂનાગઢના રોપ - વે પ્રશ્ને તથા વેરાવળ - ઇન્દોર મહામના ટ્રેને જૂનાગઢ સ્ટોપ બાબતે પરિણામલક્ષી કામગીરી કરી હતી.જિલ્લામાં તેમની હાજરીને લઇને પણ પ્રજાજનોમાં અસંતોષ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Gujarat lok Sabha election 2109, Gujarat lok Sabha election result 2019, Junagadh lok Sabha

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन