Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: નવરાત્રીના જાહેરનામાનો ભાજપ અને કોંગ્રેસ અગ્રણીઓએ કર્યો જોરદાર વિરોધ

જૂનાગઢ: નવરાત્રીના જાહેરનામાનો ભાજપ અને કોંગ્રેસ અગ્રણીઓએ કર્યો જોરદાર વિરોધ

Navratri

Navratri Preparation

નવરાત્રી (Navratri)ના આયોજનને લઈને જાહેર કરેલ ગાઈડલાઇન્સને અનુસંધાને જૂનાગઢ (Junagadh) જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.

    જૂનાગઢ: ગુજરાત સરકાર દ્વારા ગત તા.24મી સપ્ટેમ્બર ના રોજ નવરાત્રી (Navratri)ના આયોજનને લઈને જાહેર કરેલ ગાઈડલાઇન્સને અનુસંધાને જૂનાગઢ (Junagadh) જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં દર્શાવ્યા મુજબ નવરાત્રિ દરમિયાન સમગ્ર જૂનાગઢ જિલ્લામાં રાત્રિના 12 કલાક સુધી શેરી, સોસાયટી, ફ્લેટમાં 400 વ્યકિતઓની મર્યાદામાં ગરબાનું આયોજન તેમજ દૂર્ગા પૂજા, શરદપૂર્ણિમા, દશેરાના તહેવારની ઉજવણી કરી શકાશે.

    આ ઉપરાંત ગરબા ઉજવણીમાં ભાગ લેનાર દરેક વ્યક્તિઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધેલ હોવા જોઇશે. આવા આયોજનમાં લાઉડ સ્પીકર/ ધ્વનિ નિયંત્રણ અંગેના સુપ્રિમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે, પરંતુ જૂનાગઢ જિલ્લામાં પાર્ટી પ્લોટ, ક્લબ, ખુલ્લી જગ્યાએ કે અન્ય કોઇપણ જગ્યાએ કે જ્યાં કોમર્શિયલ રીતે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય, તેવા સ્થળોએ નવરાત્રિની ઉજવણીની પરવાનગી આપવામાં આવશે નહીં, તેવું જણાવાયું હતું.

    જેને લઈને ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર અમૃતભાઈ દેસાઈએ આ જાહેરનામાનો વિરોધ કરતાં જણાવ્યું હતું કે, શેરી ગરબા રમવા માટે રાત્રે 12 વાગ્યા સુધી પરવાનગી આપવામાં આવશે, પરંતુ કર્ફ્યુનો સમય પણ 12 વાગ્યે જ હોય, સ્વાભાવિક રીતે ગરબી મંડળ દ્વારા રાત્રે 11 વાગ્યે બંધ કરી દેવાની ફરજ પડશે. ગરબા રમનારા તમામે વેક્સિન લીધી હોય તો જ રમી શકે, એ બાબતે પણ ફેર વિચારણા કરવામાં આવે! કારણ કે શેરી મહોલ્લામાં ગરબી મંડળમાં માત્ર બાળાઓ દ્વારા ગરબા રમે છે અને 18 વર્ષની અંદર વેક્સિન લીધી ન હોય તે સ્વાભાવિક છે. જ્યારે દરવર્ષે નવરાત્રિ દરમિયાન માઈક માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ કિસ્સામાં 12 વાગ્યા સુધી પરવાનગી આપવામાં આવે છે, ત્યારે આ વખતે પણ આ બાબતે યોગ્ય નિર્ણય કરવામાં આવે તે અંગેની રજુઆત કરવામાં આવી છે.

    આ પણ વાંચો: મહેસાણા: ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા ગોપીનાળા સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

    નવરાત્રી જાહેરનામા અંગે કોંગ્રેસ પક્ષના જૂનાગઢ શહેર પ્રમુખ અમિતભાઇ પટેલે વિરોધ કરતાં જણાવ્યું કે, તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલ પરિપત્ર મુજબ વેક્સિન લીધા વગર ગરબે નહીં ઝૂમી શકાય, ત્યારે શેરી ગરબામાં રમતી પ્રત્યેક બાળાઓ 18 વર્ષથી નીચેની હોય છે, જે એકપણ બાળાએ વેક્સિન નહીં લીધી હોય! ત્યારે વહેલી તકે તેમનું વેક્સિનેશન કરવામાં આવે, અન્યથા મન મુકીને ગરબે રમવા છૂટ આપવામાં આવે. ભાજપ સરકાર કેવડિયા કોલોની ખાતે 25 હજાર કાર્યકર્તાઓને ભેગા કરી નિયમોનું ઉલ્લંઘન કરે છે, ત્યારે પાર્ટી-પ્લોટમાં થતાં રાસ ગરબાને પણ અમુક મર્યાદામાં છૂટી આપવી જોઈએ, જેથી અનેક લોકો ગરબે ઝૂમી શકે, સાથોસાથ રાસગરબાને લગતાં વ્યવસાય સાથે જોડાયેલ તમામ લોકોને રોજગારી મળી રહે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Garba, Junagadh news, Navratri

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन