Home /News /kutchh-saurastra /

પરિક્રમા પૂર્ણ કરીને આવેલા ભાવિકોથી છલકાયું ભવનાથ, જુઓ રાત્રીનો મેળા જેવો માહોલ

પરિક્રમા પૂર્ણ કરીને આવેલા ભાવિકોથી છલકાયું ભવનાથ, જુઓ રાત્રીનો મેળા જેવો માહોલ

Bhavnath

Bhavnath

ગિરનાર ક્ષેત્રમાં ચાલી રહેલી લીલી પરિક્રમા લાખો ભાવિકોએ પૂર્ણ કરી લીધી છે, ત્યારે વિડીયોમાં જુઓ પરિક્રમાનો માહોલ...

    ગિરનાર ક્ષેત્રમાં ચાલી રહેલી લીલી પરિક્રમાને (Lili Parikrama) લઈને મળેલી છુટછાટને પગલે દૂરદૂરથી અનેક ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે ઉમટી પડ્યાં છે, ત્યારે લાખો ભાવિકો પરિક્રમા પૂર્ણ કરીને વતન તરફ રવાના થયાં છે. ગિરનારની લીલી પરિક્રમા દરમિયાન મળેલો અદ્દભુત આનંદ ભાવિકોને (Devotees) ચહેરા પર સ્પષ્ટ જણાય રહ્યો છે. ભાવિકોને પરિક્રમા રૂટ ઉપર પૂરતી વ્યવસ્થા મળી હોવાનું જણાવી રહ્યાં છે. ભવનાથમાં આવીને ભાવિકો ખરીદીનો આનંદ માણતા નજરે પડ્યા છે.

    ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત કારતક સુદ અગિયારસ એટલે કે, દેવ દિવાળીથી કરવામાં આવી. વહીવટી તંત્ર દ્વારા અપાયેલી છુટછાટના સમાચાર જાણીને, દૂરદૂરથી મોટી સંખ્યામાં ભાવિકો ગિરનાર ક્ષેત્રમાં આવી પહોંચ્યા છે. મળતી માહિતી મુજબ; દોઢ લાખ કરતાં વધુ ભાવિકોએ લીલી પરિક્રમા સુખદ રીતે પૂર્ણ કરી છે અને પોતાના વતન તરફ રવાના પણ થઈ ગયા છે.

    લીલી પરિક્રમા કરીને નીકળતાં ભાવિકોના ચહેરા પર પરિક્રમા કર્યાનો આનંદ સ્પષ્ટ થઈ રહ્યો છે. પરિક્રમાર્થીઓના કહેવા પ્રમાણે; પરિક્રમા રૂટ ઉપર પૂરતી વ્યવસ્થા મળી રહી છે. પરિક્રમા રૂટ પર આવતાં પડાવોમાં સાધુ-સંતો દ્વારા અન્નક્ષેત્રો કાર્યરત કરવામાં આવ્યાં છે, જ્યાંથી ભાવિકોને ભોજન-પ્રસાદ અને ચા-પાણીની સુંદર વ્યવસ્થા મળી રહી છે. આ ઉપરાંત વન વિભાગ, પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા પરિક્રમાર્થીઓને પૂરતી સેવા આપવામાં આવી રહી છે, કોઈ પરિક્રમાર્થીઓ હેરાન-પરેશાન ન થાય, તેની પૂર્ણ તકેદારીઓ લેવામાં આવી રહી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે, પરિક્રમાને લઈને તાત્કાલિક થયેલાં નિર્ણયથી કોઈ વ્યવસ્થા કરવામાં આવી ન્હોતી, જેના કારણે પરિક્રમાના પહેલાં દિવસે ભાવિકોને થોડી અડચણોનો સામનો કરવો પડ્યો હતો. અંતે સાધુ-સંતો, વન વિભાગ, પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગની ટિમ ખડેપગે થતાં પરિક્રમાર્થીઓ માટે ગિરનારની લીલી પરિક્રમા ખુબજ સરળ થઈ ગઈ છે. જેની ખુશી સ્પષ્ટપણે ભાવિકોને ચહેરા પર જોવા મળી રહી છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Girnar, Junagadh news, Local News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन