જૂનાગઢ : 180થી વધુ કલાકારોના ભાવપૂજનનો Video, ભાગ્યે જ ક્યાંક યોજાયો હશે આવો કાર્યક્રમ!
જૂનાગઢ : 180થી વધુ કલાકારોના ભાવપૂજનનો Video, ભાગ્યે જ ક્યાંક યોજાયો હશે આવો કાર્યક્રમ!
kalakaro nu bhav poojan
Junagadh News : જૂનાગઢ ભવનાથ ખાતે આવેલ રામવાડી-1 ખાતે કલાકારોનું ભાવપૂજન કરવામાં આવ્યું, જે અભૂતપૂર્વ કાર્યક્રમમાં જૂનાગઢના 180 કરતાં વધારે કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા
જૂનાગઢમાં (Junagadh) ગઈકાલે તા.6ઠ્ઠી સપ્ટેમ્બરના રોજ સાંજે એક અભૂતપૂર્વ કાર્યક્રમ યોજાયો, જે આજ સુધી ભાગ્યે જ ક્યાંક યોજાયો હશે! આ કાર્યક્રમમાં આપણી સંસ્કૃતિનું જતન કરનારા અને આપણાં વારસાનું વહન કરનારા શબ્દ-સુરના (Felicitation of Folk Artist) આરાધકો અને તેના સહાયકોનું ભાવપૂજન કરવામાં આવ્યું, જેમાં ભવનાથ (Bhavnath) વિસ્તારમાં આવેલ રામવાડી-1 દ્વારા જૂનાગઢના લગભગ 180થી વધારે કલાકારોનું સન્માન કરવામાં આવ્યું.
જૂનાગઢ જેમ ઇતિહાસનો ગઢ છે, એમ કલાકારોનો પણ ગઢ છે! અનેક નામી-અનામી કલાકારો અહીંયા વસવાટ કરે છે, ત્યારે કોરોના મહામારીમાં છેલ્લાં બે વર્ષથી જાહેર કાર્યક્રમો બંધ હતા, ત્યારે આ કલાકારોની રોજીરોટીને માઠી અસર પહોંચી હતી. જેની ચિંતા કરીને જૂનાગઢના કલાકારોને માનસિક પ્રોત્સાહન આપી અને ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે ભેટ અર્પણ કરીને ભાવપૂજન કરવા માટે ડો.એન.પી.પટેલ (મેનેજિંગ ટ્રસ્ટી, પ્રાગદાસબાપાની રામવાડી અન્નક્ષેત્ર ટ્રસ્ટ) તેમજ સમગ્ર ગોદડીયા પરિવારએ આ કલાકારોના ભાવપૂજનનું સુંદર આયોજન કર્યું.
કલાકારોના ભાવપૂજન કાર્યક્રમમાં જૂનાગઢના નામી-અનામી દરેક કલાકારોને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા, સાથોસાથ રોકડ ભેટ, નાળિયેર, મોમેન્ટો વગેરે આપીને ભાવપૂજન કરવામાં આવ્યું. આ તકે પૂર્વ ગૃહમંત્રી મહેન્દ્રભાઈ ત્રિવેદી, ધારાસભ્ય ભીખાભાઇ જોશી, શ્રી મહાદેવ ભારતીજી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને હાજર રહેલા તમામ કલાકારોને આશીર્વચન પાઠવીને પ્રેરક બળ પૂરું પાડ્યું.
ભવનાથમાં આવેલ પ્રાગદાસ બાપાની રામવાડી-1 ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં જૂનાગઢના નામી-અનામી 180 થી વધારે કલાકારોએ હાજર રહીને આ અભૂતપૂર્વ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર