જૂનાગઢ: શહેરની અનોખી ઓળખ એવી બહાઉદ્દીન કોલેજમાં (Bahauddin College) જૂનાગઢ શહેરની સાથોસાથ આજુબાજુના અનેક જિલ્લાઓ (Junagadh District) અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરે છે, જેને રહેવા માટે બનાવવામાં આવેલ હોસ્ટેલ છેલ્લાં 2 વર્ષથી બંધ હાલતમાં (Close) પડી છે. નબળી પરિસ્થિતિમાંથી આવતાં વિદ્યાર્થીઓ પણ મોંઘાદાટ ભાડા ભરી, શહેરમાં ભાડાના મકાન (Rent) રાખીને અભ્યાસ કરવા મજબૂર બન્યાં છે.
આ અંગે રજુઆત કરનાર બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થી જય ચુડાસમાએ જણાવ્યું કે, બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલ કોરોના આવ્યો, ત્યારથી બંધ હાલતમાં પડી છે. છેલ્લાં બે વર્ષ વીતી ગયાં, તેમ છતાં હોસ્ટેલના તાળા ખૂલ્યાં નથી, ત્યારે ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ કરવા આવેલાં વિદ્યાર્થીઓ જૂનાગઢ શહેરમાં 3000 થી લઈને 3500 રૂપિયા સુધીનું ભાડું ચૂકવીને, ભાડાના મકાનમાં રહેવા મજબુર બન્યાં છે.
વિદ્યાર્થીઓની રજૂઆતને પગલે પ્રતિક્રિયા આપતાં બહાઉદ્દીન આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ પી.બી.બારસિયાએ જણાવ્યું હતું કે, બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલનું બિલ્ડીંગ અતિ જર્જરિત હાલતમાં છે. પરિણામે, આ બિલ્ડીંગ રહેવાલાયક નથી! જર્જરિત હોસ્ટેલ બિલ્ડીંગ પડે તો, વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થાય તેવી સંભાવના છે. જેથી કરીને હોસ્ટેલ બંધ રાખવામાંઆ આવી છે. બિલ્ડીંગને રીપેરીંગ કરવા માટે આરએનબીને અનેકવાર રજુઆત કરવામાં આવી છે. તેમના અધિકારીઓ ચૂંટણીકામમાં વ્યસ્ત હોવાથી કોઈ ઉકેલ આવ્યો નથી.
જેને લઈને બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા માંગ કરવામાં આવી છે કે, તાત્કાલિક ધોરણે બહાઉદ્દીન કોલેજની હોસ્ટેલનું રીપેરીંગ કામ કરવામાં આવે. હોસ્ટેલનો જે ભાગ સુરક્ષિત છે, ત્યાં વિદ્યાર્થીઓને રહેવા દેવામાં આવે, તેવી માંગ કરવામાં આવી છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર