Home /News /kutchh-saurastra /જૂનાગઢ: નવાબી કાળની બહાઉદ્દીન કોલેજને હેરિટેજ સ્મારકમાં મળ્યું સ્થાન, જુઓ - Video

જૂનાગઢ: નવાબી કાળની બહાઉદ્દીન કોલેજને હેરિટેજ સ્મારકમાં મળ્યું સ્થાન, જુઓ - Video

X
જૂનાગઢ:

જૂનાગઢ: નવાબી કાળની બહાઉદ્દીન કોલેજને હેરિટેજ સ્મારકમાં સ્થાન મળ્યું, જુઓ વિડિયો

જૂનાગઢની ઐતિહાસિક ઓળખ સમાન બહાઉદ્દીન કોલેજ નવાબી કાળથી અસ્તિત્વ ધરાવે છે, જેને રાજ્ય સરકાર દ્વારા હેરિટેજ સ્મારકોની યાદીમાં સ્થાન

    જૂનાગઢ :  શહેરની ઐતિહાસિક ઓળખ સમાન બહાઉદ્દીન કોલેજ નવાબી કાળથી અસ્તિત્વ ધરાવે છે, જેને રાજ્ય સરકાર દ્વારા હેરિટેજ સ્મારકોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. બહાઉદ્દીન કોલેજ એ જૂનાગઢ શહેરની અનોખી ઓળખ છે, જેનો પાયો વર્ષ 1897 માં નાખવામાં આવ્યો હતો, જ્યારે શિક્ષણ કાર્યનો પ્રારંભ વર્ષ 1900 થી કરવામાં આવ્યો હતો. એ સમયે બહાઉદ્દીન કોલેજ નું મુંબઈ યુનિવર્સિટી સાથે જોડાણ કરવામાં આવ્યું હતું.

    બહાઉદ્દીન કોલેજ ના વિશિષ્ટ બાંધકામ પર નજર કરીએ તો, બહાઉદ્દીન કોલેજમાં આવેલ સેન્ટ્રલ હૉલ આ કોલેજની આગવી ઓળખ છે. આ સેન્ટ્રલ હૉલ એ સમયે એશિયાનો એકમાત્ર એવો હૉલ હતો, જેમાં એકપણ પીલોરના ટેકા આપવામાં આવ્યા ન્હોતા! આ સેન્ટ્રલ હૉલ 100 ફૂટ લંબાઈ અને 60 ફૂટ પહોળાઈ ધરાવે છે. સેન્ટ્રલ હૉલ ની છત ઊંચી અને વિશાળ હોવા છતાં એકપણ પિલર આ સેન્ટ્રલ હોલમાં જોવા મળતો નથી.

    બહાઉદ્દીન કોલેજ નું બિલ્ડિંગ પુરાતન કલાત્મક કોતરણીથી થયેલું જણાય છે. 25 માર્ચ, 1897 ના રોજ આ કોલેજની પાયાવિધિ થઈ, જ્યારે 3જી નવેમ્બર, 1900 ના દિવસે આ કોલેજમાં શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. એ સમયે બહાઉદ્દીન કોલેજ બનાવવા માટે રૂ. 2.50 લાખનો બાંધકામ ખર્ચ થયો હતો. નવાબના સાળા બહાઉદ્દીનભાઈ દ્વારા આ બિલ્ડિંગ નું નિર્માણ થયેલ હોવાથી તેનું નામ બહાઉદ્દીન કોલેજ રાખવામાં આવ્યું. બહાઉદ્દીન કોલેજની ઇમારતનું બાંધકામ જેઠા ભગા મિસ્ત્રી દ્વારા થયું હતું. એ સમયે આ કોલેજ માં અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સંસ્કૃત, ફારસી, ફ્રેન્ચ, તત્વજ્ઞાન, ઇતિહાસ, અર્થશાસ્ત્રના પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસક્રમ હતા.

    રાજ્ય સરકાર દ્વારા હેરિટેજ સ્મારકોની યાદીમાં બહાઉદ્દીન કોલેજ ને સ્થાન મળ્યું છે ત્યારે, આ અંગે વાત કરતાં બહાઉદ્દીન આર્ટસ કોલેજ ના આચાર્ય ડો.પી.વી.બારસિયા સાહેબે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આવી જાહેરાત થઈ છે, તેનો ઓફિશિયલ પુરાવો અમને હજુ મળ્યો નથી. કોલેજ ની ઇમારતના રિપેરિંગ ની વાત છેલ્લા બે વર્ષથી ચાલે છે, જેના માટે રૂ.2.5 કરોડ ની મર્યાદામાં કામો સૂચવવાની અરજી ઉચ્ચ શિક્ષણ વિભાગે મંગાવી છે, જે ટૂંક સમયમાં શિક્ષણ વિભાગને મોકલીશું અને બહાઉદ્દીન કોલેજ માં જરૂરી તમામ ચીજ-વસ્તુ અને જગ્યાની મરમત્ત કરવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    विज्ञापन
    विज्ञापन