Home /News /kutchh-saurastra /

માતાપિતા ચેતજો!: 13 વર્ષના તરુણ પર ત્રણ મિત્રોએ 6 મહિના સુધી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું

માતાપિતા ચેતજો!: 13 વર્ષના તરુણ પર ત્રણ મિત્રોએ 6 મહિના સુધી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું

act against nature

જૂનાગઢમાં એક તરુણ પર તેના જ ત્રણ મિત્રોએ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચર્યું, વિડીયો બનાવ્યો અને વાયરલ કરવાની ધમકી આપી..

  Junagadh News: જૂનાગઢમાં એક શરમજનક અને હચમચાવી મૂકે એવો કિસ્સો સામે આવ્યો છે. જૂનાગઢ શહેરના હર્ષદનગર વિસ્તારમાં રહેતા એક 13 વર્ષના તરુણ ઉપર એજ વિસ્તારમાં રહેતા ત્રણ તરુણોએ રમવા લઈ જઈ 6 મહિના સુધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે, સાથોસાથ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી, અગાઉ રૂપિયા પણ પડાવ્યા હતા, તેવું પણ સામે આવ્યું છે.

  હાલમાં ગુનાહિત પ્રવૃત્તિઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં એક ચોંકાવનારો કિસ્સો બન્યો છે. જૂનાગઢ શહેરના હર્ષદનગર વિસ્તારમાં રહેતા એક 13 વર્ષના તરુણને તે જ વિસ્તારના બે 15 વર્ષના અને એક 14 વર્ષના તરુણ સાથે મિત્રતા હતી, તેથી ભોગ બનનાર તરુણ કાયમી તેની સાથે રમવા જતો. જે દરમિયાન છેલ્લા 6 મહિનાથી ત્રણેય તરુણો વારાફરતી 13 વર્ષના તરુણ ઉપર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હતા.

  આ પણ વાંચો: સુરત : 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરનારને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

  એટલું જ નહિ, ભોગ બનનાર તરુણનો વિડીયો બનાવીને તેને વાયરલ કરવાની ધમકી આપતા હતા. છેલ્લા બે મહિનામાં તરુણોએ કુલ 2 હજાર રૂપિયા પણ પડાવી લીધા. આ ઉપરાંત આ વાતની જાણ કોઈને કરશે તો, છરીના ધોકા મારવાની ધમકી પણ આપતા રહ્યા.

  આ પણ વાંચો: Surendranagar: કુડામાં ભાડાના માત્ર રૂ.150ની ઉઘરાણીમાં દિવ્યાંગ મિત્રની Murder, આરોપી અલ્પેશ પટેલ ઝડપાયો

  ભોગ બનનાર 13 વર્ષનો તરુણ મૂંગા મોઢે છેલ્લા 6 મહિનાથી આ અત્યાચાર સહન કરતો હતો, આખરે ભોગ બનનાર તરુણના પિતાને આ સમગ્ર વાતની જાણ થતાં, તેણે ત્રણેય અત્યાચારી તરુણો સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આ સમગ્ર બનાવની તપાસ વિસાવદરના પીઆઇ એન. આર. પટેલ ચલાવી રહ્યા છે.
  Published by:kuldipsinh barot
  First published:

  Tags: Junagadh news, જૂનાગઢ

  આગામી સમાચાર