Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: ખાનગી હોસ્પિટલમાં લાખોનાં ખર્ચે થતી, ટીબી રોગની સારવાર સિવિલમાં અપાય છે નિઃશુલ્ક

જૂનાગઢ: ખાનગી હોસ્પિટલમાં લાખોનાં ખર્ચે થતી, ટીબી રોગની સારવાર સિવિલમાં અપાય છે નિઃશુલ્ક

GMERS

GMERS Hospital Junagadh

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં કાર્યરત ટીબી વિભાગમાં ક્ષય રોગ નાબુદી માટેના ભરપૂર પ્રયાસો થઈ રહ્યાં છે, જુઓ વિડીયો

    કેન્દ્ર સરકારે આગામી વર્ષ 2025 સુધીમાં દેશને ક્ષય મુક્ત કરવાનું લક્ષ્યાંક રાખ્યું છે, ત્યારે ગુજરાત સરકારે આગામી વર્ષ 2022 સુધીમાં ગુજરાતમાંથી ક્ષય રોગ નાબૂદ કરવાની નેમ ધરી છે. જેના માટેના પૂરતાં પ્રયાસોને ભાગરૂપે ક્ષય રોગની તપાસ, દવાઓ, સારવાર જેવી સુવિધાઓ દર્દીઓને નિઃશુલ્ક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જે અનુસંધાને જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં પણ ટીબી વોર્ડ શરૂ કરી, દર્દીઓને સ્પેશિયલ ટ્રીટમેન્ટ અને દવાઓ નિઃશુલ્ક આપવામાં આવી રહી છે.

    ખાનગી હોસ્પિટલમાં જે સારવારનો ખર્ચ અંદાજીત એક લાખ જેટલો થાય, તે ક્ષયની બીમારી માટેની ખાસ સારવાર જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં એકદમ નિઃશુલ્ક અપાઈ રહી છે, ત્યારે દર્દીઓને સારવાર લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. અત્રે એ પણ મહત્વનું છે કે, જૂનાગઢ જિલ્લામાં વર્ષ 2020 માં ક્ષયના દર્દીઓની સંખ્યા 1585 હતી, તે વર્ષ 2021 માં 1635 જેટલી થઈ છે. ક્ષય રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થયો એવું નથી, પણ સરકાર દ્વારા જે રીતે રોગ નાબુદી અભિયાન હાથ ધરાયુ છે, તેના કારણે ચેકઅપ કરતા પરિણામે આંકડામાં વધારો જોવા મળ્યો છે.

    જો ક્ષય રોગ ડિટેક્ટ થાય તો, સમયસર તેની સારવાર મળી રહે તો ક્ષય રોગ અવશ્યથી મટાડી શકાય છે. આ વિશે વધુ માહિતી આપતા જિલ્લા ટીબી અને એચઆઇવી ઓફિસર ડો.ચંદ્રેશ વ્યાસએ જણાવ્યું કે, કોરોનાની માફક ટીબીનું ટાર્ગેટ ઓર્ગન ફેફસાં છે. સામાન્ય રીતે જૂનાગઢ જિલ્લામાં પ્રાઇવેટ અને સિવિલ હોસ્પિટલમાં દર મહિને ટીબીના 100 થી વધારે ડિટેક્ટ થાય છે. જેને લઈને દરેક તાલુકામાં ડોર પ્રોવાઇડર, સેમ્પલિંગ માટે માઈક્રોસ્કોપીક સેન્ટર ઉપલબ્ધ આવ્યાં છે.

    કેસ ડિટેક્ટ થતાંની સાથે જ ત્રણ દિવસમાં દર્દીના ઘરે રૂબરૂ મુલાકાત કરવામાં આવે છે, પરિવારના સભ્યોની તપાસ કરવામાં આવે છે. ક્ષય રોગ માટે થતી સારવારમાં છ મહિના જેટલો સમયગાળો લાગે છે, જે વ્યવસ્થિત રીતે થાય તેની કાળજી પરિવાર લે તેવી અપીલ કરવામાં આવે છે. સાથોસાથ નિક્ષય પોષણ યોજના અંતર્ગત સરકાર તરફથી દર્દીને દર મહિને રૂ.500 આપવામાં આવે છે, જેથી નિઃશુલ્ક મેડિસિનની સાથે સારો ખોરાક પણ તે લઈ શકે, જેથી વહેલી તકે ક્ષય રોગને નાબૂદ કરી શકીએ.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Junagadh Civil, જૂનાગઢ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन