Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: દિવાળી સમયે જાહેર થયેલાં NEET નાં પરિણામે, વિદ્યાર્થીઓની ખુશી બમણી કરી

જૂનાગઢ: દિવાળી સમયે જાહેર થયેલાં NEET નાં પરિણામે, વિદ્યાર્થીઓની ખુશી બમણી કરી

NEET

NEET announced during Diwali

દિવાળીના તહેવાર સમયે જાહેર થયેલા NEET ના પરિણામે, જૂનાગઢના વિદ્યાર્થીઓની દિવાળીને ખાસ બનાવી દીધી છે, જુઓ Video...

    નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET UG 2021 નું પરિણામ જાહેર કર્યું છે, ત્યારે દિવાળી સમયે જાહેર થયેલા NEET UG 2021 ના પરિણામે વિદ્યાર્થીઓની ખુશીઓ બમણી કરી દીધી છે. વિદ્યાર્થીઓએ ધાર્યું તેવું પરિણામ જાહેર થતાં, વિદ્યાર્થીઓમાં અનોખી ખુશી જોવા મળી રહી છે. પરિણામ બાદ હવે એમબીબીએસ, બીડીએસ અને અન્ય મેડિકલ યુજી કોર્સમાં પ્રવેશ માટે કાઉન્સિલિંગ પ્રક્રિયા શરૂ થશે.

    ગત તા.12મી સપ્ટેમ્બર, 2021 ના રોજ લેવામાં આવેલી NEET UG 2021 પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. દેશભરમાંથી કુલ 16.14 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં જૂનાગઢના કેટલાંક વિદ્યાર્થીઓએ પણ ઉત્તમ સ્કોર કરીને સમગ્ર જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જૂનાગઢની જાણીતી સંસ્થા એક્સીસ ઇન્સ્ટિટ્યૂટ કે, જે છેલ્લાં 15 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે કાર્યરત છે અને સતત પાંચ વર્ષથી JEE/NEET નું ઉજ્જવળ પરિણામ આપી રહી છે, તે સંસ્થાએ આ વર્ષે પણ NEET નું ઉત્તમ પરિણામ આપ્યું છે.

    સંસ્થાના પ્રિયાંશુ મંડલીએ 720 માંથી 665 સ્કોર કર્યો છે, જ્યારે દેવાંગી કરંગીયાએ 720 માંથી 629 સ્કોર કર્યો છે. આ ઉપરાંત સંસ્થાના 5 વિદ્યાર્થીઓએ 600 થી વધારે, 15 વિદ્યાર્થીઓએ 500 થી વધારે અને 15 વિદ્યાર્થીઓએ 450 થી વધારે સ્કોર કરીને એક્સીસ ઇન્સ્ટિટયૂટ સહિત સમગ્ર જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

    આ તકે સંસ્થાના સંચાલક સર્વેશ કુશવાહાએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા, સાથોસાથ વિદ્યાર્થીઓએ મેળવેલી સુંદર સફળતાને ઉજવણીમાં પરિવર્તિત કરીને વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. અત્રે નોંધનીય છે કે, આગામી સમયમાં વિદ્યાર્થીઓ પાસે બે પ્રકારના કાઉન્સિલિંગ હશે; પ્રથમ 15% ઓલ ઇન્ડિયા ક્વોટા કાઉન્સિલિંગ અને બીજો વિકલ્પ રાજ્ય કાઉન્સિલિંગનો છે, જેના થકી વિદ્યાર્થીઓને રાજ્યની જુદીજુદી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવવાની તક મળશે.
    First published:

    Tags: Declared, Diwali, Future, Happiness, NEET UG 2021, Students, ઉજવણી`, કેરિયર, પરિણામ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन