જૂનાગઢના કલાકારો દ્વારા ગત આજે વાક બારસની (Vagh Baras 2021)શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી. વાક બારસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢના કલાકારોએ (Artist Of Junagadh) રામવાડી ખાતે એકત્ર થઈને સરસ્વતી રૂપી વાદ્યોનું પૂજન અર્ચન કરીને, કલાક્ષેત્રનાં ઉત્તમ અને ઉજ્જવળ ભાવિ માટે સંગીતની દેવી માતા સરસ્વતીના ચરણોમાં પ્રાર્થના (Pray) કરી હતી.
આપણે જેને વાઘ બારસનાં નામથી ઓળખીએ છીએ, એ તહેવાર ખરેખર વાક બારસ તરીકે ઓળખાય છે. વાક એટલે વાણી. વાઘ બારસના દિવસે વાણી અને સંગીતની દેવી માતા સરસ્વતીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. વાગ બારસની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢના કલાકારો દ્વારા માતા સુરદેવી સરસ્વતીના પૂજન-અર્ચનનો સુંદર કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ ભવનાથ ક્ષેત્રમાં આવેલ રામવાડી-1 ખાતે યોજવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ સર્વે કલાકારોએ પોતપોતાના વાદ્યોનું પૂજન કરીને વાગ બારસના દિવસે માતા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરી હતી. આ તકે જૂનાગઢના જાણીતા કલાકાર રાજુભાઇ સોનપાલે જણાવ્યું હતું કે, કલાકારો જેના થકી ઉજળા છે, એવા સરસ્વતી રૂપી વાદ્યોનું પૂજન કરીને જૂનાગઢના કલાકારોએ માઁ સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવાનો એક નમ્ર પ્રયાસ કર્યો. જેમાં મોટી સંખ્યામાં જૂનાગઢના કલાકારોએ હર્ષોલ્લાસથી ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. આ તકે કલાકારોએ માઁ સરસ્વતી પાસે પ્રાર્થના કરી કે, તેઓ વધુને વધુ લોકોનું મનોરંજન કરી શકે અને માઁ શારદાની કૃપા હરહંમેશ કલાકારો ઉપર વરસતી રહે.
કોરોના મહામારીમાં અનેક કલાકારોની આજીવિકા પર રોક લાગ્યો હતો, ત્યારે હવે કોઈ મહામારી ન આવે અને આગામી સમયમાં કલાકારો સંગીત થકી પોતાનું ગુજરાન સારી રીતે ચલાવી શકે, તેવી મંગલકામના આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર