Junagadh News: જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મિશન મંગલમ (Mission Mangalam) યોજના દ્વારા જિલ્લાની ગ્રામિણ બહેનોના ( Rural Women Empowerment Scheme) સ્વસહાય જૂથોની આજીવિકા હેતુથી આગામી તા.25 ડિસેમ્બર થી 1 જાન્યુઆરી સુધી જૂનાગઢ શહેરના એ.જી.સ્કુલ ગ્રાઉન્ડ, આઝાદ ચોક (A.G.School Ground) ખાતે આઠ દિવસીય પ્રાદેશિક મેળાનું (Pradeshik Mela) આયોજન કરવામાં આવ્યું છે.
આ મેળામાં 25 થી વધુ સ્ટોલોમાં વિવિધ હસ્ત કળા, ગૃહ સુશોભન, બહેનો-ભાઇઓ-બાળકો પરિવારના સભ્યો માટે વિવિધ ચીજ વસ્તુઓ, ઘરવખરી, વિવિધ પ્રકારના નાસ્તાઓ, આયુર્વેદિક પ્રોડક્ટ્સ સહિતની વૈવિધ્યપૂર્ણ વસ્તુઓનું વેંચાણ કરવામાં આવનાર છે. પ્રાદેશિક મેળાથી સ્વસહાય જુથની બહેનોની ચીજ-વસ્તુઓના વેંચાણથી આર્થિક ઉપાર્જન અને તેમના પરિવારમાં આજીવિકાનું સર્જન થશે.
આ મેળામાં તમામ લોકો વિનામૂલ્યે પ્રવેશ મેળવી શકશે. પ્રાદેશિક મેળો સવારે 10 થી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લો રાખવામાં આવશે. જે સંદર્ભે જૂનાગઢના નગરજનોને આ પ્રાદેશિક મેળાની મુલાકાત લેવા જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી અને નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અનુરોધ કરાયો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર