જૂનાગઢ ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ જલારામ ભક્તિધામ ખાતે જલારામ બાપાની 222મી જન્મજયંતી ધામધૂમથી ઉજવવામાં આવી. જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં. જેમાં સવારે ધ્વજારોહણ, અન્નકુટ દર્શન તેમજ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રઘુવંશી સમાજના અનેક ભાવિકોએ ભાગ લઈને જલારામ બાપાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતાં.
આ તકે જલારામ પરિવાર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પી.બી.ઉનડકટએ જણાવ્યું કે, જલારામ બાપાની જન્મજયંતિ રઘુવંશીઓ માટે બીજી દિવાળી હોય છે. દિવાળીની જેટલી ઉત્સાહ સાથે ઉજવણી કરીએ છીએ, એનાથી વિશેષ આનંદ કરવા રઘુવંશીઓ જલારામ જયંતિની રાહ જોતા હોય છે. જૂનાગઢ ઝાંઝરડા ચોકડી ખાતે આવેલ જલારામ ભક્તિધામ ખાતે જલારામ જયંતિ દરવર્ષે ધામધૂમથી ઉજવાય છે. જેમાં સમૂહ ભોજન સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાય છે, પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે સમૂહ ભોજન એવમ રાત્રી કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા છે.
જેથી જલારામ જયંતીની ઉજવણીના ભાગરૂપે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 7 વાગ્યે મંગલા આરતી કરવામાં આવી, જે પછી મંદિરને ધ્વજારોહણ કરવામાં આવ્યું. દાતાશ્રીઓની તખતીઓનું અનાવરણ કરવામાં આવ્યું. બપોરે 12 વાગ્યે રાજભોગ આરતી કરવામાં આવી. જે પછી ફરી એકવાર ધ્વજા ચડાવવામાં આવી. સાંજે મહિલા સત્સંગ યોજાયો અને સવારથી સાંજ સુધી અન્નકૂટના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર