Home /News /kutchh-saurastra /

રાધા-દામોદરજીના મંદિરમાં દિવ્ય અન્નકુટ દર્શનનું આયોજન; હજારો શ્રદ્ધાળુઓએ લીધો પ્રસાદ

રાધા-દામોદરજીના મંદિરમાં દિવ્ય અન્નકુટ દર્શનનું આયોજન; હજારો શ્રદ્ધાળુઓએ લીધો પ્રસાદ

Annakut

Annakut Darshan

જૂનાગઢ રાધા-દામોદરજી મંદિર ખાતે દિવ્ય અન્નકુટ મહોત્સવનું આયોજન થયું, હજ્જારો વૈષ્ણવોએ દર્શનનો લહાવો લીધો

    જૂનાગઢ ભવનાથ તળેટીથી નજીક આવેલ દામોદર કુંડની (Damodar Kund) સમીપે બિરાજતા રાધા દામોદરજી મંદિરને (Radha Damodarji Temple) આંગણે દિવ્ય અન્નકુટ (Annakut Darshan) દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે દરમિયાન મંદિરમાં બિરાજતા રાધા-દામોદરજી અને રેવતી-બળદેવજીને વિવિધ પ્રકારના ભોગ પ્રસાદરૂપે અન્નકુટ ધરાવવામાં આવ્યો હતો. જેના દર્શનનો લ્હાવો લેવા અનેક ભાવિકગણ ઉમટી પડ્યાં હતાં. દામોદરજી મંદિર ખાતે અન્નકુટ દર્શન માટે આવેલ તમામ ભાવિકોએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

    જૂનાગઢથી નજીક આવેલા પ્રાચીન અને પવિત્ર તીર્થસ્થાન દામોદર કુંડની સમીપે સાક્ષાત શ્રી હરિ અહીંયા દામોદર સ્વરૂપે નિત્ય બિરાજમાન છે. અનેક વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ નૂતન વર્ષે દામોદરજી મંદિર ખાતે અન્નકુટ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ગત તા.7મી નવેમ્બરના રોજ સંધ્યાકાલે દામોદરજી મંદિરને આંગણે દિવ્ય અન્નકુટ દર્શનનું આયોજન થયું હતું. જે અંતર્ગત રાધા-દામોદરજી મંદિર અને રેવતી-બળદેવજી મંદિરમાં ભગવાન સમક્ષ અનેકવિધ સામગ્રીથી થયેલ અન્નકુટ મહાપ્રસાદ ધરાવવામાં આવ્યો હતો.

    જેના દિવ્ય દર્શનની ઝાંખી કરવા હજ્જારો વૈષ્ણવજનો દામોદરજી મંદિર ખાતે ઉમટી પડ્યાં. આવેલા તમામ વૈષ્ણવોને રાધા દામોદરજી મંદિર ટ્રસ્ટ તરફથી ભાવપૂર્વક ભોજન પ્રસાદ પીરસવામાં આવ્યો. અન્નકુટ દર્શનની સાથે ભોજન પ્રસાદનો લ્હાવો લઈને અનેક વૈષ્ણવજનોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.
    First published:

    Tags: Ankut, Junagadh news, Local News, Radha Damodarji Temple

    આગામી સમાચાર