Home /News /kutchh-saurastra /

અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ ગોપાલાનંદજીનું 115 વર્ષની ઉંમરે નિધન

અખિલ ભારતીય સાધુ સમાજના પ્રમુખ ગોપાલાનંદજીનું 115 વર્ષની ઉંમરે નિધન

અંતિમ દર્શન રાવતેશ્વર ધર્માલયમાં બપોરે 1 વાગ્યાથી કાલ સવારે છ વાગ્યા સુધી રાખવામાં આવ્યા છે

અંતિમ દર્શન રાવતેશ્વર ધર્માલયમાં બપોરે 1 વાગ્યાથી કાલ સવારે છ વાગ્યા સુધી રાખવામાં આવ્યા છે

    જૂનાગઢ: અખિલ ભારતીય સાધુ સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલાનંદજી બાપુ 115 વર્ષની વયે સ્વર્ગલોક સિધાર્યા છે. તેઓ બીલખા સ્થિત રાવતેશ્વર ધ્માલયમાં બિરાજમાન હતાં. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તેમનાં નિધનથી સાધુ સમાજમાં શોકની લાગણી ફરી વળી છે. બાપુનાં પાર્થિવ દેહનાં દર્શન માટે બિલખાના રાવતેશ્વર ધ્માલયમાં મુકવામાં આવ્યો છે.

    ગુરૂવારે સવારે 11.30 વાગ્યે થશે અંતિમવિધિ
    બપોરે 1 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધી તેમનો દેહ દર્શન માટે રાખવામાં આવ્યો છે. ગોપાલનંદજી બાપુએ આજ સવારે 10 વાગ્યે દેહ ત્યાગ કર્યો છે. બુધવારે સવારે 6 વાગ્યે બાપુની પાલખી યાત્રા નીકળશે જે રાવતપરા થઇ સોની બજાર મેઇન રોડ, સ્ટેશન રોડ અને ત્યાંથી જૂનાગઢ બિલનાથ મહાદેવ મંદિર, વંથલી રોડ જશે. ગુરૂવારના રોજ સવારે સાડા અગિયાર વાગ્યે બ્રહ્મેશ્વર મહાદેવ મંદિર ખાતે અંતિમવિધિ સંપન્ન કરવામાં આવશે.

    115 વર્ષની વયે નિધન
    બીલખા સ્થિત રાવતેશ્વર ધર્માલયમાં બિરાજમાન મહંત પ.પૂ. શ્રી ગોપાલાનંદજી બાપુ 115 વર્ષની વયે અવસાન પામ્યા છે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને સાધુ સમાજમાં શોકની લાગણી જોવા મળી રહી છે. બાપુના પાર્થિવદેહને દર્શન માટે બિલખાના રાવતેશ્વર ધર્માલયમાં મુકવામાં આવ્યો છે.

    શોકમાં સાધુ સમાજ
    ગોપાલાનંદજીના દેહવિલયથી સાધુ સમાજમાં ઘેરા શોકની લાગણી જોવા મળી રહી છે. ગુજરાતભરના સાધુ સમાજના લોકો બાપુના અંતિમ દર્શન માટે બિલખા ઉમટી રહ્યા છે
    First published:

    Tags: Akhil bhartiya sadhu sant, Gopalanandji, Passes Away, રાષ્ટ્રપતિ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन