Home /News /kutchh-saurastra /

જૂનાગઢ: એગ્રી ગુજરાત એક્ષ્પો-2021 ત્રિદિવસીય કૃષિ મેળાનું આયોજન, મોટી સંખ્યામાં આવ્યાં મુલાકાતીઓ

જૂનાગઢ: એગ્રી ગુજરાત એક્ષ્પો-2021 ત્રિદિવસીય કૃષિ મેળાનું આયોજન, મોટી સંખ્યામાં આવ્યાં મુલાકાતીઓ

જૂનાગઢ

જૂનાગઢ એગ્રી એક્સપો

રાજ્ય અને દેશની ઘણી નામાંકિત કંપનીઓ પોતાની નવી ટેક્નોલોજીનું પ્રદર્શન કરી રહી છે. કૃષિ મેળાની મુલાકાતે માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ રાજ્યના અનેક સ્થળોએથી મુલાકાત માટે આવી રહ્યાં છે અને કૃષિ વિજ્ઞાન વિષયક માહિતી મેળવી રહ્યાં છે.

    જૂનાગઢઃ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે એગ્રી ગુજરાત એક્ષ્પો-2021 ત્રિદિવસીય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જે આયોજન આજરોજ તા.19 નવેમ્બર થી શરૂ કરવામાં આવ્યું. જેમાં રાજ્ય અને દેશની ઘણી નામાંકિત કંપનીઓ પોતાની નવી ટેક્નોલોજીનું પ્રદર્શન કરી રહી છે. કૃષિ મેળાની મુલાકાતે માત્ર જૂનાગઢ જ નહીં, પરંતુ રાજ્યના અનેક સ્થળોએથી મુલાકાત માટે આવી રહ્યાં છે અને કૃષિ વિજ્ઞાન વિષયક માહિતી મેળવી રહ્યાં છે.

    જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તેમજ સ્પાર્ક મીડિયા, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ એગ્રી ગુજરાત એક્ષ્પો-2021 કૃષિ મેળાનું આયોજન તા.19 નવેમ્બર થી તા.21 નવેમ્બર સુધી ચાલશે. કૃષિ મેળાના શુભારંભ પ્રસંગે હાજર રહેલા જૂનાગઢના મેયર ધીરુભાઇ ગોહેલએ જણાવ્યું કે, દેશના કૃષિ વિકાસ માટે ખેડૂતો જેટલું જ મહત્વ કૃષિ વૈજ્ઞાનિકોનું પણ છે. કૃષિ વૈજ્ઞાનિકોએ નવાં-નવાં સંશોધનો કરીને ખેડૂતોને નવી પધ્ધતિઓ અંગે જાણકારી આપીને, આ નવી પધ્ધતઓ અપનાવે તે માટે ખેડૂતોને અભિપ્રેરિત કરેલા છે. આજનો કૃષિ મેળો, કૃષિ પ્રદર્શન અને કૃષિ સેમીનાર પણ ખેડૂતો અને વૈજ્ઞાનિકો વચ્ચેનો સેતુ મજબૂત બને તેનો એક પ્રયાસ છે.

    આ કૃષિ મેળામાં રાજ્ય અને દેશની ઘણી નામાંકિત કંપનીઓ પોતાની નવી ટેક્નોલોજીનું પ્રદર્શન કરશે. જેનો લાભ બહોળા પ્રમાણમાં ખેડૂતો લે તેવી અપીલ કરવામાં આવી છે. આ તકે કાર્યક્રમના અધ્યક્ષ પ્રો. (ડો.) નરેન્દ્ર કુમાર ગોંટિયાએ કહ્યું કે, આ કૃષિ મેળામાં કૃષિ, બાગાયત, કૃષિ ઇજનેરી, પશુપાલન, મત્સ્ય વિજ્ઞાન અને સલગ્ન વિષયની આધુનિક ટેકનોલોજીનું પ્રદર્શન રાખેલ છે. તદ્દઉપરાંત નવિનત કૃષિ પધ્ધતિઓ, મશીનરી અને સાધનોનું નિદર્શન પણ છે. કૃષિ અને સંલગ્ન ઇનપુસ્ટ ઉત્પાદકો અને વિક્રેતાઓના સાધનો અને જુદા જુદા ઈન્પુસ્ટ પ્રદર્શન, પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ, સરકારી અર્ધ સરકારી, સહકારી અને સ્વૈચ્છીક સંસ્થાઓની યોજનાઓની માહિતીનું પ્રદર્શન તેમજ પ્રગતીશિલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું છે.

    આ પ્રસંગે ડો.સુરેન્દ્રસિંહ પેટ્રોન, જુનાગઢ કૃષિ યુનિવર્સિટીના પૂર્વ કુલપતિઓ, નિયામક મંડળ, એકેડેમીક કાઉન્સીલ, રીચર્સ કાઉન્સીલ, વિસ્તરણ શિક્ષણ પરિષદના સભ્યો, કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ, આચાર્ય અને ડીન, વિવિધ સમિતિના સર્વે કન્વીનર, સંશોધન વૈજ્ઞાનિકો/ પ્રાધ્યાપક અને વડાઓ/ વિભાગીય વડાઓ/ પોલિટેકનિક આચાર્ય/ જીલ્લા ખેતીવાડી અધિકારી, ખેતીવાડી ખાતા/ આત્મા પ્રોજેક્ટના અધિકારી/ કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં ખેડૂત ભાઇઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.
    First published:

    Tags: Gujarati News News, Junagadh news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन