Home /News /kutchh-saurastra /

એક માસ સુધી અવિરત સારવાર આપી, તબીબોએ આ યુવાનને મોતના મુખમાં જતાં બચાવી લીધો..

એક માસ સુધી અવિરત સારવાર આપી, તબીબોએ આ યુવાનને મોતના મુખમાં જતાં બચાવી લીધો..

Junagadh Civil Hospital

જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબોએ એક માસ સુધી અવિરત સારવાર આપી, ગંભીર હાલતમાં આવેલા યુવાનને મોતના મુખમાં જતાં બચાવી લીધો..

    Junagadh News: જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં (Junagadh Civil Hospital) વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે; મોતના મુખમાં ધકેલાય ગયેલા તરસાલીના યુવાનને જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફે (Doctor Team), સતત એક માસ સુધી અવિરત સારવાર પૂરી પાડીને નવજીવન (New Life) આપ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા એક માસથી બેભાન અવસ્થામાં પડેલા યુવાનને ફરીથી ભાનમાં આવતો જોઈને પરિવારમાં ખુશી છવાઈ ગઈ છે.

    જૂનાગઢ સિવિલ હોસ્પિટલના તબીબોએ જણાવ્યા મુજબ; મૂળ તરસાલી ગામના યુવાન રવિ બારીયા, સતત 2-3 દિવસથી ખેતરમાં દવાનો છંટકાવ કરતો હતો, જેને લઈને તેઓને દવાની ઝેરી અસર થઈ હતી. જે પછી તેને તાત્કાલિક ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જે પછી 7 દિવસની સારવાર લીધા બાદ, વધુ સારવાર માટે જૂનાગઢ સિવીલમાં રિફર કરાયા હતા.

    આ પણ વાંચો: માવઠાની કહાની, ખેડૂતોની જુબાની, આ વીડિઓ જોઈને સમજો શું કહે છે ધરતીપુત્રો 

    જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને ગત તા.29મી નવેમ્બરના રોજ વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા હતા. સિવીલ હોસ્પિટલમાં ડો.ધ્રુુમિલ કણસાગરાના માર્ગદર્શનમાં આઇસીયુની તબીબ ટીમના ડો.સંદિપ વાળા, ડો.અંકિત કચ્છલા, ડો.સિદ્ધાર્થ વડાલીયા, ડો.રાજુ ગડચર તેમજ ડો.રવિ જાદવે કરેલી સારવાર અસરકારક સાબિત થઈ. જેને લઈને 29 દિવસ બાદ ગત તા.27 ડિસેમ્બરના રોજ દર્દી ભાનમાં આવતા તેઓને રજા અપાતા તેમના પરિવારજનોમાં ખુશી વ્યાપી ગઇ છે.

    આ પણ વાંચો: અમદાવાદ : મહિલા કાઉન્સિલરના પતિની દાદાગીરી CCTVમાં કેદ, હપ્તા પેટે 2 લાખ માંગવાનો આરોપ

    જૂનાગઢ સિવિલ હોસ્પિટલની તબીબ ટીમ દ્વારા હિંમત હાર્યા વિના દર્દીની સારવાર કરવામાં આવી, જેમાં એક મહિના સુધી સતત તે યુવકને પૂરતા માર્ગદર્શન નીચે સારવાર મળતા દર્દી મોતના મુખમાંથી પાછો ફર્યો છે. યુવક જ્યારે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આવ્યો, ત્યારે તેની હાલત એકદમ ગંભીર હતી અને આઈસીયુમાં ફરજ બજાવતા સ્ટાફ માટે તે કેસ ચેલેન્જ રૂપ હતો, પરંતુ સ્ટાફે સતત યુવકને બચાવવા જરૂરી દવા પૂરી પાડતા, આજે એ યુવકનું જીવન બચાવવામાં મોટી સફળતા મળી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Civil Hospital, Junagadh news, Treatment, જૂનાગઢ

    આગામી સમાચાર